ગોધરા, પંચમહાલ જીલ્લા ખાણ-ખનિજ વિભાગ દ્વારા ગોધરા તાલુકા અને શહેરાના રેણા ગામે ચેકીંગ દરમિયાન ગેરકાયદેસર માટી અને રેતીનુંં ખનન કરતાં ટ્રેકટર અને હિટાચી મશીન મળી 51 લાખ રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
પંચમહાલ ખાણ-ખનિજ વિભાગની ટીમ દ્વારા ગોધરા તાલુકાના સામલી બેટીયા અને શહેરાના રેણા ગામે ચેકીંગ હાથ ધર્યું હતું. ચેકીંગ દરમિયાન સામલી ગામે મોર્યા નદી માંંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરતા ખનિજ માફિયાઓ ખાણ-્રખનિજ વિભાગની ટીમ જોઈને ટ્રેકટર ટોલી મુકીને નાશી છુટીયા હતા. ખનિજ વિભાગે ટ્રેકટર સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. તેમજ ખાણ-ખનિજ વિભાગની ટીમ દ્વારા શહેરાના રેણા ગામે ગેરકાયદેસર રીતે હિટાચી મશીનથી માટીનું ખનન કરતાં હિટાચી મશીન કબ્જે લેવામાં આવ્યું હતું. ખાણ-ખનિજ વિભાગની ટીમ દ્વારા ટ્રેકટર-હિટાચી મશીન મળી 51 લાખ રૂપીયાના મુદ્દામાલ કબ્જે લઈને સીઝ કરવામાં આવ્યો હતો અને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જીલ્લા ખાણ-ખનિજ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરી ખનિજ ચોરી કરતા વાહનો ઝડપી પાડવામાં આવી રહ્યા છે. તેને લઈ ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.