મલેકપુરમાં 300 ફૂટ લાંબા તિરંગા એ આકર્ષણ જણાવ્યું હતું અને ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત પરમવીર ચરીટેબલ ટ્રસ્ટ અને મલેકપુર ઉચ્ચતર માધ્યમિક શાળા ના બાળકો દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત શાળાના બાળકો તથા શિક્ષકો એ ઉત્સાહભેર કાર્યક્રમ માં ભાગ લઈ આઝાદીના સૂત્રો તથા દેશભક્તિ શોર્યગીતો વડે સમગ્ર મલેકપુર ગામને ગુંજવી નાખી ૩૦૦ ફૂટ તિરંગા સાથે મલેકપુરમાં ભવ્ય રેલી નીકળી પરમવીર ચરીટેબલ ટ્રસ્ટ દ્વારા મલેકપુર માં ધરે ધરે તિરંગા લહેરાવ્યા આન બાન શાન સાથે પરમવીર ચરીટેબલ ટ્રસ્ટ દ્વારા મલેકપુરમાં ભવ્ય રેલીનું આયોજન કર્યું સાથે દેશભક્ત ના નારા સાથે દિવ્યઉત્સવના દેશ ભક્તિ ના પ્રકાશ રૂપી દેશ ભક્તિ ની જ્યોત જગાવામાં આવી.
શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર મલેકપુર શાળા પરિવાર તરફથી પરમવીર ચરીટેબલ થી સન્માન કરવા માં આવ્ય હતું. મલેકપુર ગામમાં પટેલ ફળિયુ નવી વસાહત બ્રાહ્મણ ફળિયુ તેમજ મલેકપુરના બજારમાં રેલી ફરી હતીી અને આ રેલી મલેકપુર હાઈસ્કૂલમાં પરત કરી હતી અને રેલી પૂરી થયા બાદ ચા નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ અને 300 ફૂટના તિરંગા એ મલેકપુરના બજારમાં આકર્ષણ જમાવ્યું હતું ભારત માતાકી જય ના નારા સાથે આખો મલેકપુર ગામ માં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.