મોરવા(હ)ના નવા ગામે પંચાયત કચેરીના દિવાલના પાયાના ખોદકામ દરમિયાન લીમડો પાડતા સાથે ઈલેકટ્રીક થાંભલો પડતા એક વ્યકિતનું કરૂણ મોત

મોરવા(હ), મોરવા(હ) તાલુકાના નવા ગામે ગ્રામ પંચાયત કચેરીની ફરતે દિવાલ બનાવવા જેસીબીથી પાયા ખોદકામ કરાઈ રહ્યું હતું. પાયામાં લીમડાનુંં ઝાડ આવતુંં હોય તેને જેસીબીથી પાડતા ઝાડ સાથે વીજ થાંભલો ઉભેલ વ્યકિત ઉપર પડતા ધટના સ્થળે મોત નિપજાવા પામ્યું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના નવાગામની ગ્રામ પંચાયત કચેરીની ફરતે દિવાલ બનાવવાની કામગીરી માટે જેસીબી નંબર જીજે.02.એસી.4038થી પાયો ખોદવામાં આવી રહ્યો હતો. પાયાના ખોદકામમાં લીમડો આવતો હોય જેને જેસીબીથી લીમડાનુંં ઝાડ ખોદીને ઉતર દિશા તરફ પડેલ હતું. ત્યારે દક્ષિણ દિશામાં ઉભેલ અરવિંદભાઈ મગનભાઇ ખાંટ ઉપર લીમડાના ઝાડની બાજુનો લાઈટનો થાંભલો ઉપર પડતા ગંભીર ઈજાઓ થતાં અરવિંદભાઇ ખાંટનુંં ધટના સ્થળે મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે જેસીબી ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.