લુણાવાડા તાલુકાના રાજગઢ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આકરણી માટે 7 હજાર રૂપીયાની લાંચ લેતા મહિસાગર એસીબીના છટકામાં આબાદ ઝડપાયો

ગોધરા, લુણાવાડા તાલુકાના રાજગઢ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને ફરિયાદી આકરણી માટે મળ્યા હતા. તલાટી કમ મંત્રી આકરણી માટે 7,000/-રૂપીયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય જેથી મહિસાગર એસીબીમાં ફરિયાદ કરતાં એસીબીએ છટકુંં ગોઠવી આજરોજ રાજગઢ તલાટીને 7,000/-રૂપીયાની લાંચની રકમ સાથે રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યો.

વિસ્તૃત વિગતો મુજબ લુણાવાડ તાલુકાના રાજગઢ ગામે ફરિયાદીના પિતાએ એક માળનું પાકુંં મકાન બનાવ્યુંં હતું. આ મકાન ઉપર ” IDFC FIST BANK ” લુણાવાડા ખાતેથી 7,00,000/-રૂપીયાની મોર્ગજ લોન મંજુર થયેલ હતી. બેંક દ્વારા 7 લાખના બોજાવાળી મકાનની આકરણીની માંગણી કરી હોય જેને લઈ ફરિયાદી રાજગઢ તલાટી કમ મંત્રી પિયુષભાઈ મંંગળભાઈ પટેલને મળ્યા હતા અને આકરણીની માંગણી કરેલ હોય જે આકરણી કરી આપવા માટે 7,000/-રૂપીયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય જેથી મહિસાગર લુણાવાડા એસીબીમાં ફરિયાદ કરી હતી. મહિસાગર એસીબીએ ફરિયાદી સાથે મળી છટકું ગોઠવ્યું હતું. તે મુજબ આજરોજ રાજગઢ તલાટી પિયુષભાઈ પટેલ વરધરી રોડ, લુણાવાડા સ્વામિનારાયણ મંદિર સામે રાજ જનરલ સ્ટોર્સ કલર ઝેરોક્ષ ખાતે 7,000/-રૂપીયાની લાંચ લેતાં એસીબીએ રંંગેહાથે ઝડપી પાડવામાં આવ્યો. મહિસાગર એસીબીએ તલાટી કમ મંત્રીને લાંચ લેતા ઝડપી પાડવાના બનાવને લઈ અન્ય લાંચીયા અધિકારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.