દાહોદ, વડોદરા શહેર ગોરવા પોલીસ સ્ટેશનના અનડિટેક્ટ મોટરસાયકલ ચોરીને ડિટેક્ટ તથા ધાનપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા પાંચ માસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને દેવગઢ બારીઆ પોલીસએ ઝડપી પાડી જેલના હવાલે કર્યાનું જાણવા મળે છે.
દાહોદ જીલ્લામાં પ્રોહીબીશનના ગુનાઓ ને અટકાવવા, નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, જુગારના અડ્ડાઓ ઉપર રેડ પાડવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસવાડાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે દેવગઢ બારીયા પોલીસને મળેલ બાજરીના આધારે ગતરોજ વડોદરા શહેર ગોરવા પોલીસ સ્ટેશનના અનડીટેક મોટરસાયકલ ચોરીને અનડીટેક કરતી તથા ધાનપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસ્તો ફરતો આરોપી જીતનભાઇ ઉર્ફે જીગો મોહનભાઈ હરીજન (રહે. અંદરપુરા, ટેકરા ફળિયા, તા. ધાનપુર જી.દાહોદ) નાએ વડોદરા થી મોટરસાયકલ ચોરી કરી દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ નગરના બજારમાં સોનુ ખરીદ કરવા આવવાનો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે દેવગઢ બારીઆ નગરના બજારમાં વોચ ગોઠવી ઉપરોક્ત આરોપીને ઝડપી પાડ્યો હતો. આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.