ઑહો આશ્ચર્યમ્… સંજેલી ગ્રામજનો ભરશિયાળે વેચાતું પાણી લેવા મજબુર

  • સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતના અંધેરી નગરીને ગંન્ડુ રાજા જેવા વહીવટના કારણે નગરજનો પરેશાન… ભરશિયાળે વેચાતું પાણી લેવા મજબુર !

દાહોદ,તાલુકા પંચાયત તથા ગ્રામ પંચાયતના અધિકારીઓ,પદાધિકારી, સરપંચ તથા તલાટી ને સંજેલીં નગરજનોના હિત માટે કોઈ કામ જ ન કરવું હોય તેવું જણાય આવેલ.

સામાન્ય માનવીની પાયાની જરૂરિયાતો રોડ, લાઈટ, સાફ સફાઇ તથા પાણી હોય છે. જે સરકાર ગ્રારા ગ્રામ પંચાયત મારફતે ગામના નગરજનોને પૂરી પાડવા આવે છે, પરંતુ સજેલી ગ્રામ ભર શિયાળે પંચાયત દ્વારા પાણીની પાયાની જરૂરીયાત પુરી પાડવામાં સરકારી તંત્ર પાંગળું સાબિત થતું જાય છે તેમ કહી શકાય છે.

સૂત્રો દ્વારા જાણવ્યા પ્રમાણે સજેલી ગ્રામ પંચાયત દ્વારા હરિજનવાસ, નવી વસાહત તથા માંડલી રોડ વાળા વિસ્તારમાં છેલ્લા 15 દીવસ થી વધુ સમય વીતવા છતાં પંચાયત દ્વારા પાણી પૂરૂં પાડવામાં રાખવામાં આવેલ કર્મચારી દ્વારા પૂરતા સમય સાધુ પાણી પૂરૂં ન પડી નગરજનોને હેરાન પરેશાન કરી વેચાતું પાણી લેવા મજબૂર કરી ગ્રામજનોને આર્થીક રીતે નુકશાન કરી જે કરવી રહ્યા હોય તેવું ચર્ચાય રહ્યું છે. જ્યારે. આ બાબતે પાણી પૂરૂં પાડવા માટે રાખવામાં આવેલ કર્મચારી ને રજૂઆત કરતા તેઓ મને 03-04 મહિના નો પગાર ચૂવવામાં આવ્યો નથી. તેમ છતાં હું તમને પાણી આપવાનું કામ કરૂં છું. હું પણ પગાર વગર કામ કરૂં છું મને કોણ પગાર આપે છે, તેમ જણાવેલ પાણી માટે ગ્રામજનો દ્વારા વારંવાર અનેક રજુઆતો કરવામાં આવી હોવા છતાં ગ્રામ પંચાયત ના સરપંચ તથા તલાટી દ્રારા ગ્રામજનોની સમસ્યા દુર કરવામાં કોઈ રસના હોય એકબીજા પર ખભા પર ખો આલી પોતાની જવાબદારીઓ માંથી છૂટવાનો પ્રયાસ કરતા હોય તેવું જણાઈ આવે છે. જેના પરિણામે યાસીનભા કાસમ દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને પણ લેખીત અરજી આપી હતી પરંતુ તેઓ પણ ગ્રામજનોનું હિત થાય તેવું ઇચ્છતા ન હોય તેવું તેમના જવાબ પરથી જણાય આવે છે.