સમગ્ર પંચમહાલ જિલ્લામાં ચકચાર જગાવનાર બોગસ વિજિલન્સ ના અધિકારી બની ને રૂપિયા પડાવનાર ઠગો ના નિયમિત જામીન રદ કરતી સેસનસ કોર્ટ

ગોધરા, હાલમાં પંચમહાલ જિલ્લામાં બોગસ વિજિલન્સ ઓફિસર બનીને ભોગ બનનાર ફરિયાદીના ઘરે જઈ તમે અને તમારા કુટુંબના લોકો ઈંગ્લીશ દારૂનો ધંધો કરો છો તેમ કહીને રૂપિયા 40000 જેવી માતબર રકમ પડાવી લેવાનો ગુનો આરોપીઓ ગૌરાંગ શાંતિલાલ વાજા, મનુભાઈ રયજીભાઈ રાવલ, અક્ષયભાઈ પ્રવિણભાઇ પટેલ, જીતુભાઈ રમણભાઈ ઓડ વિરૂદ્ધ મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતો અને તે ગુનાના કામે આરોપીઓ દ્વારા નિયમિત જામીન ઉપર મુક્ત થવાની અરજી પંચમહાલ જિલ્લાના મહેરબાન પ્રિન્સીપાલ ડીસટીકટ એન્ડ સેશન્સ જજ પી.વી. શ્રીવાસ્તવની કોર્ટમાં કરતાં જામીન અરજીની સુનાવણી થતાં જીલ્લા સરકારી વકીલ રાકેશ એસ. ઠાકોરની વિગતવારની દલીલો અને રજૂ થયેલા પોલીસ પેપસેને ધ્યાને લઈ નામદાર કોર્ટ દ્વારા આરોપી ઓની નિયમિત જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. નિયમિત જામીન અરજી નામંજૂર થતાં સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામ્યો છે.