ગુજરાત હાઇકોર્ટ દ્વારા રોડ એન્ડ બિલ્ડીંગ તથા નાયબ પશુ નિયામક વિભાગના બે શ્રમયોગીઓને સરકારશ્રીના પરિપત્ર મુજબ પગાર અને નિવૃત્તિના તમામ લાભો આપવાનો આખરી આદેશ

લુણાવાડા, મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલ મકાન અને માર્ગ પંચાયત વિભાગમાં 21/9/81 થી રોજમદાર તરીકે ફરજ બજાવતા લાલાભાઇ ધીરાભાઈ બારીયા કે જેઓને તેમની નોકરી દરમિયાન સરકારશ્રીના તારીખ 17/10/88ના પરિપત્ર મુજબના લાભો આપવામાં આવતા હતા તેઓને તેઓને તારીખ 31/3/2000ના રોજ નિવૃત કરતા સમયે નિવૃત્તિના કોઈ પણ લાભો આપવામાં આવેલ ન હતા. તે અરસા દરમિયાન તારીખ 34/4/2008ના રોજ તેમનું અવસાન થયેલ તેમના વારસપતની કેસરબેન દ્વારા અવારનવાર નિવૃત્તિના લાભો આપવા વિનંતી કરેલ પરંતુ યોગ્ય પ્રત્યુતર મળેલ ન હતો તેમજ નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત કચેરી છાપરી દાહોદ તાબા હેઠળની ફતેપુરા મુકામે આવેલ સંસ્થામાં તારીખ 14/10/86થી એટેન્ડન્સ તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ ઉકાભાઇ લબાના અને તેમની નોકરી મેપ કોઈપણ જાતના વ્યાજબી કારણો સિવાય નોકરી માંથી છુટા કરેલ લાંબા સમયની નોકરી હોવા છતાં તેઓને સરકારશ્રીના પરિપત્રના લાભો આપવામાં આવતા હતા તે લાભોની માંગણી કરતા તેમને છૂટા કરવામાં આવે તે બાબતે બંને શ્રમયોગીઓ એ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ એસ ભોઈનો સંપર્ક કરી તેમને થયેલા ન્યાય બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ જે પૈકી ગોવિંદભાઈ યુ લબાનાને નોકરીમાં પુન:સ્થાપિત કરવા મંજૂર અદાલત ગોધરા દ્વારા હુકમ કરે અને તેમની નોકરી સળંગ ગણવામાં આવે તે હુકમ આધારિત નાયબ પશુપાલન નિયામક દ્વારા મજુર અદાલત ગોધરાના હુકમ પડકારવા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એસ સી એ નંબર 9277/12 તથા એલપી નંબર1357/23 દાખલ કરે દાખલ જે કે ચાલી જતા અરજદારની સળંગ નોકરી ઘણી સરકારશ્રીના તારીખ 17/10/88ના પરિપત્ર ના લાભો આપવા તેમજ મકાન અને માર્ગ વિભાગ પંચાત ના ગુજરાતના વારસપતની કેસરબેન લાલાભાઇ બારીયા એ પણ હાઇકોર્ટ સમક્ષ એસસીએ નંબર 19374/22 દાખલ કરેલ આ કામે ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન અને શ્રમયોગીઓ તરફે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ દીપક આર દવે હાજર રહી કેસમાં પડેલા પુરાવા આધારિત દલીલો કરતા બંને શ્રમયોગીઓને સરકાર પરિપત્ર મુજબના નિવૃત્તિ સહિતના તમામ પગાર લાગો આપવાન આખરી આદેશ જાન્યુઆરી વર્ષ 2024માં કરવામાં આવતા બંને કામદારોના પરિવાર ને લાંબા સમય બાદ નાણાકીય લાભો મળવાથી આનંદમય બન્યા છે.