લુણાવાડાના રાજગઢ ગ્રામ પંચાયતના તલાટી કમમંત્રી આકરણી માટે ૭ હજાર રૂપીયાની લાંચ લેતા મહિસાગર એસીબીના છટકામાં આબાદ ઝડપાયો.
ગોધરા,
લુણાવાડા તાલુકાના રાજગઢ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને ફરિયાદી આકરણી માટે મળ્યા હતા. તલાટી કમમંત્રી આકરણી માટે ૭,૦૦૦/- રૂપીયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય જેથી મહિસાગર એસીબીમાં ફરિયાદ કરતાં એસીબીએ છટકું ગોઠવી આજરોજ રાજગઢ તલાટીને ૭,૦૦૦/- રૂપીયાની લાંચની રકમ સાથે રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યો.
વિસ્તૃત વિગતો મુજબ લુણાવાડ તાલુકાના રાજગઢ ગામે ફરિયાદીના પિતાએ એક માળનું પાકું મકાન બનાવ્યું હતું. આ મકાન ઉપર “IDFC FIST BANK લુણાવાડા ખાતેથી ૭,૦૦,૦૦૦/- રૂપીયાની મોર્ગજ લોન મંજુર થયેલ હતી. બેંક દ્વારા ૭ લાખના બોજાવાળી મકાનની આકરણીની માંગણી કરી હોય જેને લઈ ફરિયાદી રાજગઢ તલાટી કમ મંત્રી પિયુષભાઈ મંંગળભાઈ પટેલને મળ્યા હતા અને આકરણીની માંગણી કરેલ હોય જે આકરણી કરી આપવા માટે ૭,૦૦૦/- રૂપીયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય જેથી મહિસાગર લુણાવાડા એસીબીમાં ફરિયાદ કરી હતી. મહિસાગર એસીબીએ ફરિયાદી સાથે મળી છટકું ગોઠવ્યું હતું. તે મુજબ આજરોજ રાજગઢ તલાટી પિયુષભાઈ પટેલ વરધરી રોડ, લુણાવાડા સ્વામિનારાયણ મંદિર સામે રાજ જનરલ સ્ટોર્સ કલર ઝેરોક્ષ ખાતે ૭,૦૦૦/- રૂપીયાની લાંચ લેતાં એસીબીએ રંંગેહાથે ઝડપી પાડવામાં આવ્યો. મહિસાગર એસીબીએ તલાટી કમ મંત્રીને લાંચ લેતા ઝડપી પાડવાના બનાવને લઈ અન્ય લાંચીયા અધિકારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.