મુંબઇ, જયા બચ્ચનનું માનવુ છે કે લગ્ન બાદ રોમૅન્સ ખતમ થઈ જાય છે. આ વાત તેમણે શ્ર્વેતા બચ્ચન નંદાની દીકરી નવ્યા નવેલી નંદાના પૉડકાસ્ટ ’વૉટ ધ હેલ નવ્યા’માં કહી છે. આની બીજી સીઝન પહેલી ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. એનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યુ છે. એમાં જયા બચ્ચન, શ્ર્વેતા અને નવ્યા જોવા મળી રહ્યાં છે. તેઓ ચર્ચા કરી રહ્યાં છે. પ્રોમોમાં અનફિલ્ટર્ડ વાતચીતની સાથે જયા બચ્ચનની એક વાત ચર્ચાનો વિષય બની ગયો છે.
તેમના મુજબ લગ્ન બાદ રોમૅન્સ નથી રહેતો. સાથે જ નવ્યા કહે છે કે તેની સેન્સ ઑફ હ્યુમર તેની મમ્મી શ્ર્વેતા જેવી છે. તો શ્ર્વેતા કહે છે કે તારામાં મારા જેવી સેન્સ ઑફ હ્યુમર નથી.