- આ વખતે સરકારનું બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીથી ૯ ફેબ્રુઆરી સુધી ચાલશે.
નવીદિલ્હી, લોક્સભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આવતીકાલથી મોદી સરકારના બીજા કાર્યકાળનું સંસદનું અંતિમ સત્રનો પ્રારંભ થશે. લોક્સભામાં વોટ ઓન એકાઉન્ટ પાસ કરવા ઉપરાંત આ સત્રમાં અનેક મહત્વપૂર્ણ કાયદાકીય કાર્યો થશે. જો કે દરેક લોક્સભા તેના દરેક કાર્યકાળ માટે અલગ-અલગ કારણોથી જાણીતી છે, પરંતુ વર્તમાન ૧૭મી લોક્સભામાં કેટલીક એવી ઘટનાઓ બની છે જેની ચર્ચા દાયકાઓ સુધી થતી રહેશે.
કેન્દ્ર સરકારે બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવી હતી ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીના બીજા કાર્યકાળનું આ વચગાળાનું બજેટ છે. જેમાં સરકાર આગામી નાણાકીય વર્ષ માટે પોતાના એજન્ડા રજૂ કરશે. આ ઉપરાંત સરકાર રાજકીય પક્ષોને તેના મુદ્દાઓની માહિતી પણ આપશે.મળતી માહિતી મુજબ, સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે ૧૧ વાગ્યે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. બંને ગૃહોની આ સંયુક્ત બેઠક નવા સંસદ ભવનમાં યોજાશે.ે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારે સવારે ૧૦.૫૫ કલાકે સંસદ ભવન પહોંચશે. રાષ્ટ્રપતિનું સ્વાગત કરીને રાજ્યસભાના અયક્ષ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લોક્સભાના અયક્ષ અને સંસદીય બાબતોના પ્રધાન તેમને સવારે ૧૧ વાગ્યે સંસદ ભવનની લોક્સભા ચેમ્બરમાં લાવશે. અહીં રાષ્ટ્રપતિ બંને ગૃહોના સભ્યોને સંબોધિત કરશે.
નવી સંસદમાં રાષ્ટ્રપતિનું આ પ્રથમ સંબોધન હશે. સંબોધન પછી, રાષ્ટ્રપતિને પીએમ મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, લોક્સભા અયક્ષ ઓમ બિરલા દ્વારા માનભેર વિદાય આપવામાં આવશે. રાષ્ટ્રપતિના અભિભાષણ પૂર્ણ કર્યાના અડધા કલાક પછી લોક્સભા અને રાજ્યસભાની બેઠક યોજાશે. જ્યાં રાષ્ટ્રપતિના અભિભાષણ અને આથક સર્વેની નકલ ગૃહના ટેબલ પર મૂકવામાં આવશે.
બીજા દિવસે, ગુરુવારે એટલે કે ૧લી ફેબ્રુઆરીએ, નાણામંત્રી લોક્સભામાં વચગાળાનું કેન્દ્રીય બજેટ (૨૦૨૪-૨૦૨૫) રજૂ કરશે. ૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરીએ ‘ઝીરો અવર’ નહીં હોય. જોકે આ વચગાળાનું બજેટ હશે. લોક્સભા ચૂંટણી યોજાયા બાદ અસ્તિત્વમાં આવનાર નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૭મી લોક્સભાનો કાર્યકાળ ૧૬ જૂને સમાપ્ત થઈ રહ્યો છે, તેથી સામાન્ય ચૂંટણીની જાહેરાત પહેલા સંસદનું આ છેલ્લું સત્ર હશે. ૨૦૧૯માં લોક્સભા ચૂંટણી ૧૦ માર્ચે જાહેર કરવામાં આવી હતી અને ૧૧ એપ્રિલથી ૧૯ મે વચ્ચે સાત તબક્કામાં મતદાન થયું હતું.લોક્સભા ચૂંટણી બાદ નવી સરકારના નાણામંત્રી સંપૂર્ણ બજેટ રજૂ કરે છે. બજેટ સત્ર પહેલા સરકારે આજે સંસદમાં વિવિધ પક્ષોના નેતાઓની બેઠક બોલાવી હતી આ એક પરંપરાગત બેઠક હતી જે દર વર્ષે બજેટ સત્ર પહેલા યોજાય છે.
જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ હટાવવા, લોક્સભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત અને ફોજદારી ન્યાય પ્રણાલીને બદલવા માટે ત્રણ ઐતિહાસિક બિલ પાસ થવાનું વિશેષ મહત્વ છે. ૧૭મી લોક્સભા દરમિયાન ૭૬ વર્ષ જૂના સંસદ ભવનમાંથી નવા સંસદ ભવન તરફ જવું એ દેશ માટે ગર્વની ક્ષણ હતી. લોક્સભાની ૯૩ ટકાથી વધુ સરેરાશ ઉત્પાદક્તા હાંસલ કરવી એ પણ સંસદીય કામકાજના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ ગણી શકાય.અત્યાર સુધી યોજાયેલી ૨૬૫ બેઠકોમાં ૨૧૦ બિલ પાસ થવાને ઘણી રીતે નોંધપાત્ર સિદ્ધિ ગણી શકાય. અત્યાર સુધી યોજાયેલા ૧૪ સત્રોમાં, લોક્સભામાં મુકાબલો અને હોબાળો જોવા મળ્યો છે, પરંતુ લોક્સભાના સ્પીકર ઓમ બિરલા પોતાની બુદ્ધિમત્તાથી ગૃહની ગરિમા જાળવવામાં સફળ રહ્યા હતા. વિરોધ પક્ષોને વિશ્ર્વાસમાં લઈને બિરલાએ ગૃહની કાર્યવાહી હાથ ધરી, જેની સર્વત્ર પ્રશંસા થઈ. સરકાર તેનું છેલ્લું બજેટ ૧ ફેબ્રુઆરીએ ૧૭મી લોક્સભાના છેલ્લા સત્રમાં રજૂ કરશે. આ વચગાળાના બજેટમાં સરકાર ખેડૂતો અને મહિલાઓ માટે મોટી જાહેરાતો કરી શકે છે.
સપ્ટેમ્બર, ૨૦૨૩નો મહિનો એક ઐતિહાસિક પ્રસંગ હતો જયારે દેશને નવી સંસદ ભવન ભેટમાં આપવામાં આવ્યું હતું. સંસદનું એક વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું જે ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ જૂના સંસદ ભવનમાં શરૂ થયું હતું, જેમાં બંને ગૃહોએ બંધારણ સભાથી શરૂ કરીને ૭૫ વર્ષની સંસદીય સફર, સિદ્ધિઓ અને અનુભવોની ચર્ચા કરી હતી. વડા પ્રધાને ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ સેન્ટ્રલ હોલમાં સંસદના સભ્યોને સંબોધિત કર્યા હતા. જે બાદ નવા સંસદ ભવનમાં બંને ગૃહોની કાર્યવાહી શરૂ થઈ.