નવીદિલ્હી, કાતિલ ઠંડી અને ધુમ્મસ વચ્ચે ઉત્તર ભારતમાં હવામાનની પેટર્ન બદલાવાની શક્યતા છે. પશ્ર્ચિમ હિમાલય ક્ષેત્ર તેમજ ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ૩૧ જાન્યુઆરીથી ૪ ફેબ્રુઆરી સુધી એટલે કે છ દિવસ સુધી વરસાદનું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ર્ચિમ હિમાલય ક્ષેત્રમાં ૩૧ જાન્યુઆરી અને નજીકના મેદાનોમાં ૪ ફેબ્રુઆરી સુધી વરસાદ પડી શકે છે. આ સિવાય યુપી અને બિહાર આગામી ૨૪ કલાક સુધી ગાઢ ધુમ્મસ સાથે સવારે અને રાત્રે ઠંડાગાર રહેશે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઉત્તર રાજસ્થાન, ઉત્તરપૂર્વ મય પ્રદેશ અને પેટા હિમાલયન પશ્ર્ચિમ બંગાળ અને સિક્કિમમાં લઘુત્તમ તાપમાન ૭-૧૦ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ૩૦ જાન્યુઆરીથી ૪ ફેબ્રુઆરી સુધી જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હળવો વરસાદ કે હિમવર્ષા થઈ શકે છે. તે જ સમયે, અરુણાચલ પ્રદેશમાં ૨ ફેબ્રુઆરીએ ભારે વરસાદનું એલર્ટ છે. આ સિવાય પંજાબ, ચંદીગઢ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં ૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરીએ હળવાથી મયમ વરસાદ થવાની શક્યતા છે. ઉપ-હિમાલયન પશ્ર્ચિમ બંગાળ અને સિક્કિમમાં ૩૧ જાન્યુઆરી અને ૨ ફેબ્રુઆરીએ કરા પડવાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
આ સાથે જ મોટી રાહત આપતાં હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર-પશ્ર્ચિમ ભારતના રાજ્યો અને મય ભારતના રાજ્યોમાં આગામી ચાર દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થવા જઈ રહ્યો છે, જેનાથી ઠંડીમાં રાહત મળશે.. આ સિવાય પૂર્વ ભારતમાં પણ આગામી બે દિવસ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે.