દે.બારીયા, હજ 2024માં પવિત્ર હજ યાત્રા માટે જે હાજીઓની પસંદગી થશે તે હાજીઓએ 10 થી 15 દિવસના સમય દરમિયાન અંદાજીત યાત્રા પેટેની 81,800/-જેટલી રકમ પહેલા હપ્તાના રૂપમાં ભરપાઈ કરવાની રહેશે. આ જાણકારી સેન્ટ્રલ હજ કમીટી ઓફ ઈન્ડીયા પરના વેબસાઈટથી જાણવા મળેલી છે.
પવિત્ર હજ યાત્રાએ જનારા અરજદારોનુંં લીસ્ટ પણ કમીટીની વેબસાઈટ પર મુકવામાં આવશે. તેમજ દરેક હાજી ના રજીસ્ટર મોબાઈલમાં એસ.એમ.એસ.થી જાણકારી તમામને આપવામાં આવશે તેમજ 2024ના ગુજરાત રાજયના કોટા 13310 ટોટલ જે અરજદારોમાં બાકી રહેલા તેમને વેઈટીંગ લીસ્ટમાંં મુકાશે. હાલમાં 20,469 ગુજરાત રાજ્ય માંથી હજ માટે અરજીના ફોર્મ હજ 2024 માટે ભરવામાં આવ્યા હતા. જે ગુજરાતના કોટાની ફાળવણી 4737 નો છે. 8,573 અન્ય રાજ્યો માંંથી જેવાંં કે, જમ્મુ એન્ડ કાશ્મીર જેવા રાજ્યમાંના કોટા માંથી કોટો ગુજરાત રાજ્યને મળતા 8,573 સુધીનો કોટો ગુજરાતને વધારાની ફાળવવામાં આવ્યો છે. જેથી ગરવી ગુજરાત માંથી જેઓ પવિત્ર હજ યાત્રા માટેના ફોર્મ ભર્યા છે. તેઓ માટે આનંદની લાગણી વ્યાપી છે. તેવું દે.બારીયા શહેરના લધુમતી સેલના પીઠ કાર્યકર મોહમંદ હનીફ ધામાભાઇના દ્વારા જણાવ્યું છે.