સંતરામપુર, કોલેજની મહિલા કબડ્ડી ટીમની બહેનોએ મહિસાગર જીલ્લાની ખેલમહાકુંભ સ્પર્ધામાં ભાગ લઈ તાલુકા કક્ષાએ અને જીલ્લા કક્ષાએ પ્રથમ નંબરે વિજેતા થઈ કોલેજનું અને સમગ્ર સંતરામપુર તાલુકાનું ગૌરવ વધાર્યું છે. આ માટે કોલેજના આચાર્ય અભય પરમાર તેમજ કોલેજ સ્ટાફ મિત્રોએ કોલેજના સ્પોર્ટસ ટીચર વિજયભાઈ અને વિદ્યાર્થીનીઓને અભિનંદન આપ્યા હતા.