સંતરામપુર, સંતરામપુર નગરના નવા ડગબર વિસ્તારમાં પાણીનો નિકાલ ના હોવાના કારણે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા આના કારણે આખા વિસ્તારમાં પરિસ્થિતિ દિન પ્રતિદિન ગંભીર બનતી જાય છે. આ વિસ્તારમાંથી પસાર થવા માટે આ એક જ રસ્તો હોય છે સ્થાનિક રેશનો પાણીનો નિકાલ કરવા માટે ભૂગર્ભ ગટર યોજનાનું ચેમ્બરો પણ બનાવવામાં આવેલા છે, પરંતુ તેનો અત્યાર સુધીમાં લાભ આપવામાં જ નથી. આવેલો આ વિસ્તારમાં જવાના રસ્તાની વચ્ચોવચ ગંદા પાણીનો તળાવ બની ગયો અને આના કારણે દુર્ગંધ અને સતત મચ્છરોનો ઉપદ્ર પણ વધી રહેલો છે. તેની નજીક જ ધાર્મિક સ્થળ પણ આવેલું છે. આવી પરિસ્થિતિના કારણે સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હજી અનેક વાર પાલિકામાં રજૂઆત કરવા છતાંય આજદિન સુધી તેનો નિકર જ ના આવ્યો. સ્થાનિક રહીશો રજૂઆત કરી કરીને થાક્યા આખરે લાચાર બનીને બેઠા રહ્યા પરંતુ તેમની પરિસ્થિતિ કોઈ સમજવા તૈયાર નથી. ભૂગર્ભ ગટરનો ચેમ્બર બિલકુલ નજીક હોવા છતાંય તેનું કનેક્શન જ નથી. ગુજરાત સરકાર દ્વારા સ્થાનિક રહીશોને પાણી ભૂગર્ભ ગટર યોજનાનો લાભ મળી રહે તેની પાછળ 17 કરોડ ખર્ચાઈ ગયા પરંતુ આ યોજના નિષ્ફળ થવાના કારણે લોકોને અત્યાર સુધી તેનો લાભ નથી મળ્યો. ખરેખર આટલી મોટી યોજના વિશે ખરેખર તપાસનો વિષય બન્યો છે અને સ્થાનિક રહી સોની ઉભરાતી ગટરો પાણીનો નિકાલ મચ્છરનો ઉપદ્રવ આવી બધી બાબતોનું તંત્ર દ્વારા ગંભીરતા પૂર્વક નોંધ લે અને સ્થાનિક રહીશોનો વહેલી તકે નિરાકરણ લાવે તેવી માંગ ઉભી થયેલી છે.