ધોધંંબા, ઘોઘંબા તાલુકામાં આવેલ એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજ, સિમલીયામાં આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત પંચમહાલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સિમલીયા અને કોલેજના નારી વિકાસ સેલના સંયુક્ત ઉપક્રમે આજરોજ કોલેજમાં અભ્યાસ કરતી 33 વિદ્યાર્થિનીઓના બ્લડ સેમ્પલ સિકલસેલ એનીમિયા રોગના ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા. કોલેજના ઈઠઉઈ ના કન્વિનર ડો. ડી.વી.ચૌધરીએ સ્વાગત કર્યું હતું. સિમલીયા ઈઇંઈ ના મેડીકલ ઓફીસર ડો. આકાંક્ષુ કાપડીયાએ સિકલસેલ એનિમિયા રોગના લક્ષણો અને પોષણયુક્ત આહાર વિશે માહિતી આપી હતી. બ્લડ સેમ્પલ લેવામાં આરોગ્ય વિભાગનો સ્ટાફ રાહુલભાઇ ચરપોટ, હંસાબેન વલવાઈ, એકતાબેન બારીયા, જયપ્રકાશ મકવાણા અને આરતીબેન બારીયાએ સેવા આપી હતી.