ગોધરા કોર્ટ દ્વારા બાંગ્લાદેશમાં જન્મેલ મહિલાના શરતી આગોતરા જામીન મંજુર

ગોધરા, ગોધરા ખાતે લોંગ ટર્મ વિઝા ઉપર રહેતા બાંગ્લાદેશી નાગરીક તસ્લીમ કેજરઅલી પાનવાલાને બાંગ્લાદેશી પાસપોર્ટ વર્ષ-2004માં જાન્યુઆરી માસમાં બાંગ્લાદેશ હાઈકમિશન ન્યુ દિલ્હી ખાતે ઈશ્યુ થયો છે અને તેની મુદ્દત મે-2009 સુધીની હતી. તસ્લીમ પાનવાલા લોંગ ટર્મ વિઝા ઉપર ગોધરા ખાતે રહે છે. તેઓએ સને-2017ની સાલમાં હબીબ વજુદ્દીન પ્રેસવાલા સાથે લગ્ન કર્યા છે. લોંગ ટર્મ વિઝાથી રહેતી બાંગ્લાદેશી મહિલા તસ્લિમ કેજરઅલી પાનવાલાએ જન્મ તારીખો અલગ અલગ અને ખોટા દસ્તાવેજો બનાવ્યા હોવાની બાતમી એસ.ઓ.જી.પી.આઈ.રાકેશ પટેલને મળતા પોલીસે તપાસ હાથ ધરતા સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, અને ગ્રામ પંચાયત પોપટપુરાના રેકર્ડથી મેળવેલ જન્મના દાખલાની જન્મ તારીખોમાં વિસંગતતા જણાઈ આવતા ગોધરા શહેર બી-ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. તસ્લીમે આગોતરા જામની અરજી ગોધરા કોર્ટાં દાખલ કરી હતી. વકીલ એચ.એલ.ગુપ્તાની દલીલો અને જરૂરી દસ્તાવેજો રજુ કરતા જજ પી.એમ.માલવિયાએ તસ્લીમને આગોતર જામીન પર મુકત કરવાનો આદેશ આપ્યો હતો. તપાસમાં સહકાર અને જરૂર પડે ત્યારે પુછપરછ માટે હાજર રહેવા કોર્ટે હુકમ કર્યો હતો.