વેજલપુરના ઘૂસર રોડ પર રહેણાક વિસ્તારમાં ભંગાર ના ગોડાઉન માં લાગી ભીષણ આગ.

રિપોર્ટર : નુર બાલા

કાલોલ તાલુકાના વેજલપુર ગામે ઘૂસર રોડ ઉપર આવેલ પ્લોટ વિસ્તાર રહેણાંક મકાનો પાસે મોડી રાત્રે ખુલ્લી જગ્યામાં મુકેલ ભંગારમાં આકસ્મિક આગ લાગતા આજુ બાજુ માં રહેતા સ્થાનિક રહીશોમાં નાસ ભાગ જોવા મળી હતી જોત જોતામાં આગે વિકરાર સ્વરૂપ ધારણ કર્યું હતું જેથી રાત્રીના સમયે આસ પાસ ના રહીશો દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા પાણી નો છટકાવ શરૂ કરી દીધો હતો.

પરંતુ આગ ભયંકર વિકરાર સ્વરૂપ ધારણ કરતા સ્થાનિક ગામના જાગૃત લોકોએ ગોધરા ફાયર બ્રિગેડ વિભાગમાં જાણ કરતા ફાયર બ્રિગેડની ટિમ ઘટનાંસ્થળ ઉપર ફાયરની ગાડી લઈને આવી પોહચી હતી ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવ્યો હતો પણ આગ કાબુમાં આવી ન હતી અને આગે વધુ વિકરાર સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડ દ્વારા અન્ય બીજી મોટી ગાડી મગાવી હતી બીજી ગાડી આવ્યા બાદ પણ સતત એક થી બે કલાક સુધી પાણીનો માળો ચલાવ્યો હતો ત્યાર બાદ ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડનીં ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગના બનાવને લઈને આખા ગામમાં આખી રાત લાઈટ બંધ કરવામાં આવતા અંધાર પટ છવાયો હતો.

આગના બનાવને લઈને સ્થાનિક વિસ્તારમાં કોઈ મોટી જાનહાની થઈ નોહતી આગના કારણે ભંગાર બળીને ખાખ થઈ ગયું હતું ત્યારે ભયંકર આગ લાગવાનું કારણ જાણી શકાયું નહતું ત્યારે બીજી તરફ આજુબાજુ રહેતા રહીશો નો જીવ તાળવે ચોંટી ગયો હતો અને ગોધરા ફાઈડ બ્રિગેડ ની ટીમે મોટી બીજી ગાડી બોલાવી આગ ઉપર કાબુ મેળવતા સ્થાનિક રહીશો એ રાહત નો શ્વાસ લીધો હતો