વડોદરા, વડોદરાના હરણી તળાવમાં થયેલી અતિ કરુણ બોટ દુર્ઘટનાએ ૧૨ માસૂમ બાળકોનો તેમજ ૨ શિક્ષિકોનો ભોગ લીધો હતો. ૨૯મી જાન્યુઆરીના રોજ આ વાતને ૧૨ દિવસ થઈ ગયા છે, ત્યારે ઘટનાસ્થળે સામાજિક કાર્યર્ક્તા દ્વારા મુંડન કરાવીને શ્રદ્ધાંજલિ અપત કરવામાં આવી હતી, જેમાં બાળકોના માતા-પિતા તેમજ સંબંધિ હાજર રહ્યા હતા. ૨૯મી જાન્યુઆરીના રોજ હરણી તળાવની દુર્ઘટનાના ૧૨ દિવસ પૂર્ણ થતા, બારમાની વિધિ પણ હરણી તળાવ ખાતે કરવામાં આવી.
મૃતક વિશ્ર્વાની માતા સંયા નિઝામા એ જણાવ્યું કે, આજ દિન સુધી શાળામાંથી કોઈ મળવા પણ નથી આવ્યું. ઘટના બની ત્યારે અમે એમ કહેવામાં આવ્યું હતું કે, બસને ટક્કર વાગી છે, જ્યારે હોસ્પિટલે પહોંચ્યા ત્યારે મરેલું બાળક જમીન પર પડ્યું હતું. હોસ્પિટલવાળા પાસે બાળકને એક કફન ઓઢાડવાની પણ માણસાઈ નથી. હું મારા વહાલા બાળકને પ્રવાસે જતા છેલ્લી વખત આવજો પણ કહી ન શકી, કારણકે શાળાના શિક્ષકો એ અમે ત્યાં ઊભા જ રહેવા નહોતા દીધા.
સામાજિક કાર્યર્ક્તા કમલેશભાઈ પરમાર એ જણાવ્યું કે, ૧૮ જાન્યુઆરીમાં રોજ દુર્ઘટના ઘટી હતી અને આખા શહેરમાં માતમ છવાઈ ગયો હતો. એના ૨૯મી જાન્યુઆરીના રોજ ૧૨ દિવસ પૂર્ણ થયા, તેથી આ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવતા તેમના બારમાની વિધિ હરણી તળાવના કિનારે જ કરી રહ્યા છે. મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા મુંડન કરાવ્યું હતું અને તેમના પરિવારજનોને શક્તિ મળે તે માટેની પ્રાર્થના કરવામાં આવી હતી. સામાજિક કાર્યર્ક્તા કમલેશભાઈ પરમાર દ્વારા આરોપીઓની ધરપકડ વહેલામાં વહેલી થાય, તેવી ગુજરાત રાજ્ય સરકારને અપીલ કરવામાં આવી હતી.