પીએમ ક્સિાન યોજનાની રકમમાં થઈ શકે ૫૦ ટકાનો વધારો, ૬૦૦૦ રૂપિયાને બદલે મળશે ૯૦૦૦ રૂપિયા

નવીદિલ્હી, બજેટમાં પીએમ ક્સિાન યોજનાના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે. ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકાર પીએમ ક્સિાન યોજનાના લાભાર્થી ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. ૧ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ વચગાળાના બજેટ રજૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પીએમ ક્સિાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે.

હાલ આ યોજના હેઠળ ખેડૂતોને ૬૦૦૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે, જે વધારીને ૮૦૦૦ રૂપિયા અથવા ૯૦૦૦ રૂપિયા કરવામાં આવી શકે છે. પીએમ ક્સિાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની મોટી યોજનાઓમાંથી એક છે. જેમાં ખેડૂતોને દર ૪ મહિને ૨૦૦૦ રૂપિયાના ૩ હપ્તા આપવમાં આવે છે.

આ યોજનાનો લાભ એવા ખેડૂતોને મળે છે જેમની પાસે ૨ હેક્ટર સુધીની જમીન છે. આ રકમ સીધા ખેડૂતોના ખાતામાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મોકલવામાં આવે છે. ગ્રામીણ અને કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને આગામી લોક્સભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટ સત્ર ૨૦૨૪-૨૦૨૫ દરમિયાન કેન્દ્ર સરકાર સન્માન નિધિ યોજનાની રકમ ૧૫૦૦ રૂપિયાથી ૩૦૦૦ રૂપિયા કરી શકે છે.

જો રકમમાં વધારો થશે તો ખેડૂતોને દર વર્ષે ૬,૦૦૦ ને બદલે ૯,૦૦૦ હજાર રૂપિયા આપવામાં આવશે. તેનો લાભ ૧ એપ્રિલ, ૨૦૨૪થી મળી શકે છે. જો કે, સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.પીએમ ક્સિાન યોજનાના નિયમ અનુસાર, પહેલો હપ્તો એપ્રિલથી જુલાઈ વચ્ચે, બીજો હપ્તો ઓગસ્ટથી નવેમ્બરની વચ્ચે અને ત્રીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચની વચ્ચે આપવામાં આવે છે, તેથી એવી શક્યતા છે કે ૧૬ મો હપ્તો માર્ચ મહિનામાં ગમે ત્યારે રિલીઝ થઈ શકે છે. લોક્સભાની ચૂંટણીની તારીખોની જાહેરાત અને આચાર સંહિતા લાગુ થાય તે પહેલા સરકાર ૧૬ માં હપ્તાની સાથે ૧૭ મો હપ્તો પણ જાહેર કરી શકે છે.