મુંબઇ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે કહ્યું છે કે જનતા મુખ્યમંત્રી નીતિશ કુમારની વારંવાર પક્ષ બદલવાની રાજનીતિનો જડબાતોડ જવાબ આપશે. પવારે ટોણો માર્યો અને કહ્યું કે નીતીશ કુમારે બાજુ બદલવાની બાબતમાં એક પ્રકારનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે કહ્યું કે આવું પહેલા ક્યારેય બન્યું ન હતું. આ પહેલા હરિયાણામાં આયા રામ, ગયા રામ કહેવત ફેમસ થઈ ગઈ હતી.
એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે નીતીશે જ વિરોધ પક્ષોને સાથે લાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી અને પક્ષોને પટનામાં આમંત્રણ આપ્યું હતું. વીડિયો જાહેર કરતી વખતે પવારે કહ્યું કે નીતિશ ૧૫ દિવસ પહેલા સુધી વિપક્ષી પાર્ટીઓની એક્તા માટે કામ કરી રહ્યા હતા. ખબર નહીં અચાનક શું થઈ ગયું.
૨૮ જાન્યુઆરી, રવિવારના રોજ નીતિશ કુમાર નવમી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા. તેમણે રવિવારે સવારે જ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું અને સાંજે જ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. નીતિશ કુમારની સાથે આઠ મંત્રીઓએ પણ શપથ લીધા. ભાજપ અને જેડીયુમાંથી ત્રણ-ત્રણ મંત્રીઓ છે. એક મંત્રી હિન્દુસ્તાન અવમ મોરચાના છે અને એક મંત્રી સ્વતંત્ર છે.