અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં આવેલા ભૂકંપનાં આંચકાના આંકડાની વાત કરીએ તો કચ્છમાં ૩૩ આંચકા આવી ચૂક્યા છે. જેમાં ૨૦૧૯ માં ૬, ૨૦૨૦ માં ૧૧, ૨૦૨૧ માં ૭, ૨૦૨૨ માં ૧ આંચકાનો સમાવેશ થાય છે.ત્યારે મળતી માહિતી મુજબ કચ્છ, અમરેલી, સુરત સહિતના જીલ્લાઓમાં આંચકા વધવા પાછળનું મુખ્ય કારણ ઈન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઈન છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઈન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઈન મુખ્ય ટ્રાયન્ગલમાં તુર્કી, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ થાય છે. જેથી ઈન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઈન ડિસ્ટર્બનથી ભૂકંપ વયા છે.
ફોલ્ટ લાઈનને અનુરૂપ વિસ્તારોમાં ભૂકંપથી તિરાડો પડી છે. જેમાં તિરાડો પડતા જ નવી ફોલ્ટ લાઈનો જમીનની અંદર સક્રિય થઈ જવા પામી છે. જેમાંથી એક મેજર ફોલ્ટ લાઈન કચ્છની અને બીજી તાપી ફોલ્ટલાઈન ખંભાત અખાત, ભરૂચ, રાજપીંપળા, ડાંગને અસર કરે છે. જ્યારે બીજી એક ફોલ્ટ લાઈન ભાવનગર, અમરેલી સહિતનાં વિસ્તારોમાં અસર કરતી હોય છે.
નિષ્ણાંતો એવું માને છે કે, ભૂકંપ દ્વારા જમીનમાંથી દબાણ મુક્ત કરવાની ઘટનાએ સારી બાબત છે. અને જો આવું ન થાય તો પૃથ્વી પર દબાણ અને તાણ વધશે. અને તે મોટા ભૂકંપનું કારણ બની શકે છે. પરંતું જ્યારે પ્રેશર છોડવામાં આવે છે. ત્યારે મોટા ભૂકંપની શક્યતાઓ ઘટી જાય છે. ભૂકંપએ પૃથ્વીની સપાટી પર અચાનક અનુભવાતી ધ્રુજારી છે. આ ધ્રુજારી તીવ્રતામાં બદલાઈ શકે છે.