- ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીના બ્યૂગલ વાગી ચૂક્યા છે. રાજ્યસભાની ૪ બેઠક માટે ૨૭ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે.
નવીદિલ્હી, દેશના ૧૫ રાજ્યોમાં રાજ્યસભાની ૫૬ બેઠકો માટે મતદાનની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે મતદાનની તારીખ ૨૭ ફેબ્રુઆરી જાહેર કરી છે. પંચના જણાવ્યા અનુસાર, જો ક્યાંક મતદાનની જરૂર હોય તો ૨૭ ફેબ્રુઆરીએ સવારે ૯ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી મતદાન કરી શકાશે. ઉમેદવારો ૧૫મી ફેબ્રુઆરીના રોજ નોંધણી કરાવી શકશે. મતગણતરી પણ ચૂંટણીના દિવસે જ કરવામાં આવશે.
ચૂંટણી પંચ અનુસાર, ઉત્તર પ્રદેશ (૧૦), મહારાષ્ટ્ર (૬), બિહાર (૬), પશ્ર્ચિમ બંગાળ (૫), મય પ્રદેશ (૫), ગુજરાત (૪), કર્ણાટક (૪)નો સમાવેશ થાય છે. આંધ્રપ્રદેશ (૩), તેલંગાણા (૩), રાજસ્થાન (૩), ઓડિશા (૩), ઉત્તરાખંડ (૧), છત્તીસગઢ (૧), હરિયાણા (૧) અને હિમાચલ પ્રદેશમાં એક બેઠક પર રાજ્યસભાની બેઠકો પર મતદાન થશે. પંચે કહ્યું કે ૫૦ સભ્યો ૨ એપ્રિલે નિવૃત્ત થશે જ્યારે છ સભ્યો ૩ એપ્રિલે નિવૃત્ત થશે. જે રાજ્યોમાંથી સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે તેમાં આંધ્ર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મય પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ર્ચિમ બંગાળ, ઓડિશા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
ચૂંટણી પંચે કહ્યું કે ઉત્તર પ્રદેશના મહત્તમ ૧૦ સાંસદો ૨ એપ્રિલ, ૨૦૨૪ના રોજ નિવૃત્ત થશે. મહારાષ્ટ્ર અને બિહાર બંનેમાં ૬ સભ્યો ૨ એપ્રિલ ૨૦૨૪ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. દરમિયાન, પશ્ર્ચિમ બંગાળ અને મય પ્રદેશમાં દરેક ૫ સભ્યો એક જ તારીખે નિવૃત્ત થશે. કર્ણાટક અને ગુજરાત બંનેમાં ૨ એપ્રિલ, ૨૦૨૪ના રોજ ૪ સભ્યોની નિવૃત્તિ થશે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા અને રાજસ્થાનમાં ત્રણ-ત્રણ સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે. જ્યારે આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના સભ્યો ૨ એપ્રિલ, ૨૦૨૪ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે, જ્યારે ઓડિશા અને રાજસ્થાનના સભ્યો ૩ એપ્રિલ, ૨૦૨૪ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં એક-એક સભ્ય ૨ એપ્રિલ, ૨૦૨૪ના રોજ નિવૃત્ત થશે
જે રાજયસભા સાસંદોનો કાર્યકાળ આ વર્ષ સમાપ્ત થઇ રહ્યો છે તેમાં અશ્ર્વિન વૈષ્ણવ શિક્ષ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન,પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવ,આરોગ્ય મંત્રી મનસુખ મંડાવિયા અને પૂર્વ પીએમ મનમોહન સિંહ વગેરેના નામ સામેલ છે. ભાજપ અયક્ષ જે પી નડ્ડાનો કાર્યકાળ પણ આ વર્ષે પુરો થઇ રહ્યાં છે.નડ્ડી પોતાના ગૃહ રાજય હિમાચલ પ્રદેશથી રાજયસભાના સાંસદ છે . હવે જે પી નડ્ડાને હિમાચલ પ્રદેશથી અલગ કોઇ અન્ય રાજયમાંથી ચુંટણી લડવી પડશે કારણ કે ત્યાં ભાજપ આંકડામાં કોંગ્રેસથી પાછળ છે.યુપીથી એક બેઠક સપાની જયા બચ્ચન પાસે છે અને નવ ભાજપ પાસે છે ભાજપના અશોક બાજપાઇ,અનિલ જૈન વિજયપાલ તોમર સહિતના સભ્યોનો કાર્યકાળ પુરો થશે ગુજરાતમાં રાજ્યસભાની ૧૧ બેઠકોમાંથી ૪ બેઠકો ખાલી થઈ રહી છે ત્યારે ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. રાજ્યસભાની ૪ બેઠકો માટે ૨૭ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. આ માટે ૮ ફેબ્રુઆરીએ જાહેરનામું બહાર પડશે. ૧૫ ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. અને ૨૭ ફેબ્રુઆરીએ ૪ બેઠકો માટે મતદાન યોજાશે. ચારેય બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય નક્કી છે. કેમ કે, વિધાનસભામાં ભાજપ પાસે ૧૫૬ બેઠકો છે. એટલે પૂરતું સંખ્યા બળ હોવાથી કોંગ્રેસના ફાળે રાજ્યસભાની જે ૨ બેઠકો છે તે પણ ભાજપને મળી જશે. એટલે કે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને ચારેય બેઠક જીતવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. આ ચારેય બેઠક પર ભાજપના ઉમેદવારની જીત સાથે રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ ૧૦ થઈ જશે. જ્યારે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે માત્ર શક્તિસિંહ ગોહિલ રહેશે. જેમનો કાર્યકાળ ૨૦૨૬માં પૂરો થવાનો છે.
મહત્વનું છેકે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ખાતામાં ૧૫૬ બેઠકો આવી હતી. જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર ૧૭ બેઠક આવી હતી. જોકે હાલમાં કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામા આપી દેતાં વિધાનસભામાં સંખ્યાબળ માત્ર ૧૫ જ રહ્યું છે. એટલે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને ચારેય બેઠક જીતવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. જોકે આ ચારેય બેઠક પર ભાજપના ઉમેદવારની જીત સાથે રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ ૧૦ થઈ જશે. જ્યારે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે માત્ર શક્તિસિંહ ગોહિલ રહેશે.
રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરાયુ છે કે, દર ૨ વર્ષે ૨૫૦માંથી ૧/૩ સાંસદોની ચુંટણી યોજાય. સાંસદોની મુદ્દત ૬ વર્ષની હોય છે. આગામી સમયની વાત કરવામાં આવે તો આ વખતનું કોંગ્રેસનું સંખ્યાબળ ગત ટર્મ કરતા ઓછુ છે. એટલે સ્વાભાવિક રીતે આ વખતની રાજ્યસભાની ચૂંટણી માત્ર ઔપચારિક ચૂંટણી રહેવાની છે.