મુંબઇ, અમિતાભ બચ્ચનનું માનવું છે કે હિન્દી કરતાં સાઉથની ફિલ્મો વધુ સફળ થાય છે એવું કહેવું અયોગ્ય છે. સાઉથ અને હિન્દી ફિલ્મોને લઈને ખૂબ ડિબેટ પણ થઈ હતી. તેમની જૂની ફિલ્મોને સાઉથમાં રીમેક કરવામાં આવે છે. સાથે જ તેમનું કહેવું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનેક વખત નિંદા પણ કરવામાં આવે છે. એ વિશે અમિતાભ બચ્ચને કહ્યું કે ’ઘણી વખત ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર આરોપ લગાવવામાં આવે છે કે દેશના આદર્શને અને લોકોના વ્યવહારને બદલવામાં ઇન્ડસ્ટ્રીનો હાથ છે.’
રીજનલ સિનેમા વિશે અમિતાભ બચ્ચને કહ્યું કે ‘રીજનલ સિનેમા ખૂબ સારું કામ કરે છે. જોકે અમે જ્યારે તેમની સાથે વાત કરીએ તો તેઓ કહે છે કે તમે જે હિન્દી ફિલ્મો બનાવી છે અમે પણ એવા જ પ્રકારની ફિલ્મો બનાવીએ છીએ. તેઓ માત્ર ડ્રેસ ચેન્જ કરી દે છે, જેથી એ સુંદર દેખાય. અનેક લોકોને હું મળું છું તો તેઓ મને કહે છે કે તેઓ ‘દીવાર’, ‘શક્તિ’ અને ‘શોલે’ જેવી ફિલ્મો બનાવે છે. મલયાલમ અને તામિલ સિનેમા વાસ્તવિક અને કળાત્મક દેખાય છે. કોઈ ચોક્કસ સિનેમા પર આગળ ચીંધવી અને કહેવું કે તેમની ફિલ્મો ચાલે છે અને આપણી ફિલ્મ નથી ચાલતી એ અયોગ્ય છે.’