સની દેઓલ ‘રામાયણ’ માં હનુમાન બનશે, રણબીર કપૂર રામની ભૂમિકા નિભાવશે

મુંબઇ, નિતેશ તિવારીની રામાયણ એમના કાસ્ટિંગને લઇને ઘણાં સમયથી ચર્ચાનો વિષય બની રહ્યો છે. જો કે હવે આ વાતની દરેક લોકોને જાણ થઇ ગઇ કે રણબીર કપૂર ફિલ્મ રામાયણમાં રામની ભૂમિકા નિભાવશે, પરંતુ લોકોને સતત હનુમાન અને સીતાનો રોલ કોણ પ્લે કરશે એ વિશે મનમાં સવાલ રહેતો હતો. ફિલ્મ રામાયણમાં હનુમાનનો રોલ કોણ પ્લે કરશે એ વાતનો ખુલાસો ફાઇનલી હવે કરવામાં આવ્યો છે. લાંબા સમયથી નિતેશ તિવારની રામાયણ પાર્ટ ૧ ચર્ચામાં રહે છે. ચાર મહિનાની લાંબા ચર્ચા પછી સની દેઓલ આ રોલ પ્લે કરશે એ નક્કી થઇ ગયુ છે.

માહિતી અનુસાર સની દેઓલ ફિલ્મમાં હનુમાનનું પાત્ર નિભાવશે. સની દેઓલ પહેલી વાર ભગવાન હનુમાનની ભૂમિકા નિભાવવાના છે. અભિનેતા મે ૨૦૨૪માં રામાયણ પાર્ટ વનમાં પોતાના હિસ્સાનું શૂટિંગ પૂરું કરશે. દારા સિંહ પછી સની દેઓલ હનુમાનના રૂપમાં ધમાકો કરવા માટે તૈયાર છે. રણબીર કપૂર રામ બનશે તો સાઇ પલ્લવી ફિલ્મમાં સીતા અને કૈકેયી લારા દ્ત્તા થશે. સની દેઓલ રામાયણમાં હનુમાનના રોલ માટે કન્ફોર્મ છે.

પિંકવિલાના રિપોર્ટ અનુસાર સની દેઓલ હવે નિતેશ તિવારીની રામાયણનો હિસ્સો બનવા માટે એકદમ ખુશ થઇ ગયા છે. આ ભૂમિકા નિભાવવા માટે સુપર એક્સાઇટેડ છે. રામાયણ પાર્ટ ૧માં સની દેઓલ ગેસ્ટ એપીયરેન્સ છે. બીજા અને ત્રીજા પાર્ટમાં એમનો પૂરો રોલ જોવા મળશે. આમ, તમને જણાવી દઇએ કે સની દેઓલ અને રણબીર કપૂર પહેલી વાર કોઇ ફિલ્મમાં સાથે સ્ક્રીન શેર કરતા નજરે પડશે.

ફિલ્મ રામાયણમાં ભગવાન રામના રૂપમાં રણબીર કપૂ, સીતાના રોલમાં સાઇ પલ્લવી, રાવણ તરીકે યશ, ભગવાન હનુમાનના રૂપમાં સની દેઓલ અને કૈકેયીના રૂપમાં લારા દત્તા જોવા મળશે. બીજી બાજુ મેર્ક્સનો ભરોસો છે કે સની દેઓલ અને રણબીર કપૂર પહેલી વાર કોઇ ફિલ્મમાં સાથે સ્ક્રીન શેર કરતા નજરે પડશે.