વડોદરા, વડોદરા હરણી લેકમાં દુર્ઘટનાના આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થવા પામ્યો છે. આરોપીઓ દ્વાર નિલેશ જૈનને સંચાલનનું કામ સોંપ્યાનો ખુલાસો થયો છે. જેમાં હરણી લેક ઝોનનું સંચાલન પરેશ શહા અને તેનો પુત્ર વત્સલ કરતા હતા. અન્ય ભાગીદારોની જાણ બહાર નિલેશ જૈનને કામ સોંપ્યાનો ખુલાસો થયો છે. અત્યાર સુધી એસઆઇટી દ્વારા ૬ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે. જ્યારે ઘટનાને લઈ ૧૫૦ લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે. હરણી લેક દુર્ઘટનામાં અનેક પ્રકારે ગંભીર બેદરકારીઓ હોવાના ખુલાસા થયા છે. એક બાદ એક બેદરકારીઓ થયાના ખુલાસા સામે આવી રહ્યા છે.
વડોદરામાં હરણી લેક દુર્ઘટના મામલે વધુ એક ખુલાસો થવા પામ્યો છે. બોટમાં ઓરવલોડ બાળકો ભરવાથી ઘટના બન્યાનો ખુલાસો થયો છે. પોલીસ તેમજ એફએસએલ રિપોર્ટની તપાસમાં ખુલાસો સામે આવ્યો છે. બોટમાં ઓવરલોડ બાળકો ભરવાથી ઘટના બન્યાનો ખુલાસો થયો છે. બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાથી દુર્ઘટના સર્જાયાનો ખુલાસો થયો છે. એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટમાં દોઢ ટન વજન થઈ ગયું હતું. નિયમ પ્રમાણે બોટમાં આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી. જ્યાં કોઈને બેસાડી ન શકાય ત્યાં ૧૦ બાળકોને બેસાડી દીધા હતા. આગળના ભાગે બાળકો બેસાડ્યા જેથી ટર્ન લેતી વખતે બોટ પલ્ટી મારી ગઈ હતી. તેમજ બોટ બનાવનાર કંપનીએ પણ લેક ઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડી હતી. આ સમગ્ર બાબતે કંપની સંચાલકોએ કહ્યું અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્રે એક ટન વજનની હતી.
વડોદરામાં હરણી લેક બોટ દુર્ઘટનામાં ૧૪ લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે ૧૮ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. સ્કૂલ સંચાલકોએ આખરે પોતાની સ્કૂલે પ્રવાસ માટે ડીઇઓની પરવાનગી લીધી ન હતી. સ્કૂલ સંચાલકોએ ભૂલ સ્વીકારતા ડીઇઓ કચેરીએ કાર્યવાહી શરૂ કરી છે. જેમાં ડીઇઓ કચેરી ન્યૂ સનરાઈઝ સ્કૂલના શિક્ષકોની પૂછપરછ કરશે. તેમજ સ્કૂલની માહિતીનું ક્રોસ વેરિફિકેશન કરાશે. અને ક્રોસ વેરિફિકેશન બાદ ૭ દિવસમાં કલેક્ટરનો રિપોર્ટ સોંપાશે.