ટામેટા બન્યાં મોતનું કારણ, રાતે માગવા ગયો, સવારમાં ચપ્પાથી પતાવી દીધો

સુરત, સુરતના લસકાણા વિસ્તારમાં ટામેટા માંગવાની નજીવી બાબતમાં ચપ્પુના ઘા ઝીંકીને પરપ્રાંતિય યુવકની હત્યા કરવામાં આવી છે. મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો વતની બિઘાધરા પાંડવ શ્યામલ લસકાણા વિસ્તારની દ્વારકેશ સોસાયટીમાં ભાડેથી રહેતો હતો. ૨૬ જાન્યુઆરીની રાત્રે બિઘાધરાના ઘેર મહેમાન આવતા તે પાડોશમાં રહેતા કાલુગુરૂના ઘેર ટામેટા લેવા ગયો હતો.

કાલુગુરૂએ ઘરનો દરવાજો નહીં ખોલતા પરત આવ્યો હતો. ત્યારબાદ સવારે દરવાજો નહીં ખોલવા બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન આવેશમાં આવી જઈને કાલુગુરૂએ બિઘાધરાને પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનુ સારવાર મળે તે પહેલાં મોત થયુ હતુ. સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.

જો કે, આવા સામાન્ય બનાવના પગલે હત્યાનું સ્વરૂપ લઈ લીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્તમાનમાં આવી નજીવી બાબતમાં પણ હત્યાની ઘટના બની જાય છે તેવા અવાર નવાર યાને આવે છે. જે માનવ સમૂદાય માટે ચેતવતા કિસ્સ્સા છે સાથો સાથ માનસિક વિકૃત્તિઓની અસર હોય તેવું ચોક્સપણે કઈ શકાય છે.