ગોધરા નજીક લીલેસરા ચોકડીએ ચાલુ કાર પર ચઢી નાચતા હોવાનો વીડિયો વાઇરલ થયો ; પોલીસે 4 ઝડપ્યા, બાકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા.

ગોધરા નજીક આવેલા લીલેસરા ચોકડી પરથી જોખમી રીતે ચાલુ કાર પર ચઢીને નાચતા યુવાન જાનૈયાઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને પોતાના જીવની સાથે અન્ય વાહનચાલકોનો જીવ જોખમાય તે રીતે નાચતા યુવાનો સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી હતી. ત્યારે ગત રોજ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા 11 જેટલા ઈસમો સામે ફરિયાદ દાખલ કરી 4 જણની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અટકાયત કરેલા આરોપીઓ
મહેશભાઈ શનાભાઇ બારીયા (રહે.વણાકપુર સુથાર ફળિયું, તા.ગોધરા)
જગદીશ કુમાર ગણપતભાઈ બારીયા (રહે.વણાકપુર પટેલ ફળિયુ, તા.ગોધરા)
મહેશભાઈ રોહિતભાઈ પરમાર (રહે.વણાકપુર પટેલ ફળિયુ, તા.ગોધરા)
વિનોદભાઈ કોયાભાઈ બારીયા (રહે.વણાકપુર સુથાર ફળિયું, તા.ગોધરા)

અટકાયત કરવાના બાકીના આરોપીઓ
હરીશકુમાર જયંતીભાઈ બારીયા
સુનિલ કુમાર અરવિંદભાઈ બારીયા
અજય કુમાર નટુભાઈ પરમાર
નિલેશકુમાર પ્રભાતભાઈ બારીયા
કિશનભાઇ ગણપતસિંહ બારીયા
સાગર કુમાર મનીષભાઈ બારીયા