
નવીદિલ્હી, ભારતીય સેનાએ મેદસ્વી અથવા ખરાબ જીવનશૈલી ધરાવતા સૈનિકો સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે.જણાવવામાં આવી રહ્યું છે કે સેનામાં હવે નવી નીતિ લાગુ કરવામાં આવી છે, જે અંતર્ગત ઘણી નવી તપાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.ખાસ વાત એ છે કે જે સૈનિકો નવા માપદંડોને પૂર્ણ કરતા નથી તેમને પહેલા સુધારણા માટે ૩૦ દિવસનો સમય આપવામાં આવશે અને તેમાં નિષ્ફળતા પર રજા ઘટાડવા જેવા પગલા લેવામાં આવી શકે છે.
નવા નિયમો હેઠળ દરેક કર્મચારીઓએ એપીએસી એટલે કે આર્મી ફિઝિકલ ફિટનેસ એસેસમેન્ટ કાર્ડ પણ તૈયાર રાખવું પડશે.ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ પત્ર તમામ આદેશોને મોકલવામાં આવ્યો છે.એવું કહેવામાં આવ્યું છે કે નવી નીતિનો હેતુ પરીક્ષા પ્રક્રિયામાં સમાનતા લાવવાનો છે, શારીરિક વિકલાંગતા અથવા સ્થૂળતા અને જીવનશૈલીના કારણે થતા રોગોનો સામનો કરવાનો છે.
હાલમાં બીપીઇટી એટલે કે બેટલ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ અને ફિઝિકલ પ્રોફિશિયન્સી ટેસ્ટ દર ત્રણ મહિને લેવામાં આવે છે બીપીઇટી હેઠળ, વ્યક્તિએ નિર્ધારિત સમયમાં ૫ કિમી દોડવું, ૬૦ મીટર દોડવું, દોરડા પર ચઢવું અને ૯ ફૂટનો ખાડો પાર કરવો પડે છે.અહીં ઉંમરના આધારે સમય નક્કી કરવામાં આવે છે.
પીપીટીમાં ૨.૪ કિમી દોડ, ૫ મીટર શટલ, પુશ અપ્સ, ચિન અપ્સ, સીટ અપ્સ અને ૧૦૦ મીટર સ્પ્રિન્ટનો સમાવેશ થાય છે.આ ઉપરાંત કેટલીક જગ્યાએ સ્વિમિંગ ટેસ્ટ પણ લેવામાં આવે છે.આ તપાસના પરિણામો એસીઆર અથવા વાષક ગોપનીય અહેવાલમાં સમાવિષ્ટ છે, જેના માટે કમાન્ડિંગ ઓફિસર, અથવા સીઓ જવાબદાર છે.
રિપોર્ટ અનુસાર, નવા નિયમો હેઠળ બ્રિગેડિયર રેક્ધના અધિકારીઓની સાથે બે કર્નલ અને એક મેડિકલ ઓફિસરનું દર ત્રણ મહિને મૂલ્યાંકન કરવામાં આવશે બીપીઇટી અને પીપીટી સિવાય સૈનિકોએ અન્ય કેટલાક ટેસ્ટ પણ આપવા પડશે.જેમાં દર ૬ મહિને ૧૦ કિમીની સ્પીડ માર્ચ અને ૩૨ કિમીની રૂટ માર્ચનો સમાવેશ થાય છે.આ ઉપરાંત ૫૦ મીટર સ્વિમિંગ ટેસ્ટ પણ આપવો પડશે. બધા સૈનિકોએ આર્મી ફિઝિકલ એસેસમેન્ટ કાર્ડ તૈયાર રાખવું જોઈએ અને ૨૪ કલાકની અંદર પરીક્ષણ પરિણામો સબમિટ કરવા જોઈએ.
રિપોર્ટ અનુસાર, જે સૈનિકો આ માપદંડોને પૂર્ણ કરતા નથી અથવા ’ઓવરવેટ’ જોવા મળે છે, તેમને તેમની સ્થિતિ સુધારવા માટે ૩૦ દિવસનો સમય મળશે.જો આ સમયગાળામાં કોઈ સુધારો નહીં થાય તો રજાઓ અને ટીડી અભ્યાસક્રમો કાપવામાં આવશે.