ભ્રષ્ટાચારના આરોપ બાદ વડાપ્રધાન ઇમરાનના સલાહકારે પદ પરથી રાજીનામું આપ્યુ

ઇસ્લામાબાદ,
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના લાડલ જનરલ અસીમ સલીમ બાજવાએ અંતે અબજો રૂપિયાના ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ થયા બાદ વડાપ્રધાનના સલાહકાર પદેથી રાજીનામું આપી દીધું છે. પાકિસ્તાન સૈન્ય અને ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનું અધ્યક્ષ પદ સંભાળતા જનરલ બાજવા પર અબજો રૂપિયાની સંપત્તિ ઉભી કરવાનો આરોપ મૂકાયો છે. બાજવાએ અંદાજે ૬૦ અબજ ડોલરના સીપીઇસી પ્રોજેક્ટના અધ્યક્ષપદે થી રાજીનામું આપ્યું છે. જનરલ બાજવા પર ચાર દેશોમાં ૯૯ કંપનીઓ અને પાપા જ્હોન પિઝાની રેસ્ટોરાં બનાવવાનો આરોપ છે.

બાજવાએ અગાઉ આ ભ્રષ્ટાચારનો પદાફાશ કરનારા પાકિસ્તાની પત્રકારને દાદાગીરી કરી ધમકાવાની કોશિશ કરી હતી, પરંતુ છેવટે ચારેબાજુથી દબાણ બાદ રાજીનામું આપવું પડ્યું હતું. પાકિસ્તાની સૈન્યના પ્રવક્તા એવા અસીમ બાજવાએ એક ટીવી ચેનલને કહૃાું કે તેઓ આજે રાજીનામું વડાપ્રધાન ઇમરાન ખાનને સોંપશે. અગાઉ બાજવાએ તેમના વિરુદ્ધના આક્ષેપોને નકારી કાઢયા હતાં. બાજવાએ કહૃાું, ‘મને આશા છે કે વડાપ્રધાન મને સંપૂર્ણ ધ્યાન સીપીઈસી પર ફોકસ કરવાની મંજૂરી આપશે.

આ અગાઉ મીડિયામાં બાજવાના ભ્રષ્ટાચારના ખુલાસા બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે ઇમરાન ખાનને તેના પિતાની જેમ અસીમ બાજવા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *