કાલોલ બાકરોલથી શક્તિપુરા વચ્ચે નર્મદા મુખ્ય કેનાલ જર્જરિત થતાં સાઈટોમાં ધોવાણ

કાલોલ, કાલોલ તાલુકામાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ સ્થિત બાકરોલ-શક્તિપુરા વચ્ચે કેનાલની ચણતર સાઈટમાં અલગ અલગ જગ્યાએ ધોવાણ થતાં સાઈટ તુટીને પંદર ફુટ નાની-મોટી પહોળી ફાટો પડી હોવાની જોવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બાકરોલ-શક્તિપુરા વચ્ચે સીસી સાઈટ પૈકી આઈપી સાઈટ 105 સીઆર પાસે ત્રણ અલગ અલગ જગ્યાએ ધોવાણ થતાં સીસી સાઈટ તુટી ગઈ છે. હાલમાં સાઈટને થયેલ નુકસાન સપાટી પર આવતા જોવા મળી રહ્યુ છે. કેનાલમાં વહેતા પાણી થપાટોને કારણે પણ ફાટોમાં નુકસાન વધતુ જોવા મળે છે. અત્રે નર્મદા કેનાલ સમગ્ર ગુજરાતની જીવાદોરી સમાન હોય કેનાલની દેખરેખ માટે નર્મદા નિગમ તંત્ર દ્વારા નિર્ધારિત વિસ્તાર સંલગ્ન 24 કલાક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે તેમ છતાં પાછલા ધણા સમયથી કેનાલની સાઈટ તુટેલી હોવાનુ પેટ્રોલિંગ ટીમની નજરમાં નહિ હોવા અંગે અસરકારક પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે. જેથી આગામી દિવસોમાં નુકસાન વધારે વકરે તે પહેલા તંત્ર દ્વારા નુકસાન પામેલ સાઈટોનુ સમારકામ સત્વરે કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.