મુંબઇ, ’ચંદુ ચૅમ્પિયન’માં કદી ન જોયો હોય એવા લુકમાં દેખાવાનો છે. આ ફિલ્મની કબીર ખાને ડિરેક્ટ કરી છે. આ બન્ને પહેલી વખત સાથે કામ કરવાના છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે કાતકે પોતાનો નવો લુક શૅર કર્યો હતો. તે દેશભક્તિમાં તરબોળ દેખાઈ રહ્યો છે. તે આર્મીના યુનિફૉર્મમાં છે. આ ફિલ્મમાં તેણે ચૅલેન્જિંગ ઍક્શન સીક્વન્સ કરી છે.પોતાનો નવો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાતકે કૅપ્શન આપી હતી, ચૅમ્પિયન બનવું દરેક ભારતીયના લોહીમાં છે. જય હિન્દ.
હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ‘ફાઇટર’ ગુરુવારે રિલીઝ થઈ છે. ફિલ્મમાં અનિલ કપૂર, આશુતોષ રાણા, અક્ષય ઑબેરૉય, કરણસિંહ ગ્રોવર અને સંજીદા શેખ પણ દેખાય છે. ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન નિમિત્તે ફિલ્મના કલેક્શનમાં વધારો નોંધાયો હતો. વીક-એન્ડમાં પણ બિઝનેસમાં વધારો થાય એવી શક્યતા છે. આ ફિલ્મના બે દિવસના કલેક્શન પર નજર નાખીએ તો પહેલા દિવસે ગુરવારે ૨૪.૬૦ કરોડ અને શુક્રવારે ૪૧.૨૦ કરોડની સાથે કુલ મળીને ૬૫.૮૦ કરોડનો વકરો કર્યો છે.