રાહત ફતેહ અલી ખાને નોકરને ચંપલથી માર માર્યો,વીડિયો વાયરલ થયો

મુંબઇ, પાકિસ્તાનના ફેમસ સિંગર રાહત ફતેહ અલી ખાનનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ઘરના નોકરોને જૂતા અને ચપ્પલ વડે મારતો જોવા મળ્યો હતો. કથિત રીતે, દારૂની બોટલ ન મળવાને કારણે, રાહત ફતેહ અલી ખાને તેના એક નોકરને ખરાબ રીતે માર્યો, જે નજીકમાં ઉભેલા કોઈએ કેમેરામાં કેદ કરી લીધો.

આ વીડિયો વાયરલ થયો એ બાદ રાહત ફતેહ અલી ખાનની ઈન્ટરનેટ પર ઘણી ટીકા થઈ હતી. એવામાં એમને વધુ એક વીડિયો જાહેર કરીને ખુલાસો કર્યો છે. નવા વીડિયોમાં રાહતનો એ મદદગાર અને તેના પિતા રાહત ફતેહ અલી ખાન સાથે જોવા મળી રહ્યા છે. પોતાની ભૂલ પર સ્પષ્ટતા આપતા રાહત કહે છે કે વીડિયોમાં જે દેખાય છે તે એક ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ છે.

એક તરફ રાહત ફતેહ અલી ખાન પોતાની ગાયકી અને કવ્વાલીથી લોકોને દિવાના બનાવે છે, તો બીજી તરફ ઘરમાં કામ કરતાં લોકો પ્રત્યેનું તેમનું વર્તન બધાને ચોંકાવી દે છે. બોલિવૂડમાં ઘણા સુપરહિટ ગીતો ગાઈ ચૂકેલા રાહતનો વીડિયો જોઈને ભારતીય ચાહકો પણ નિરાશ થઈ ગયા છે અને તેમને ખૂબ ટ્રોલ પણ કર્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે રાહત ફતેહ અલી ખાન તેમના નોકર પર હુમલો કરતો, જૂતા મારતો અને થપ્પડ મારતો જોઈ શકાય છે. ઓનલાઈન વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં કથિત રીતે રાહત ફતેહ અલી ખાને દારૂની બોટલ ન મળવાને કારણે તેને માર માર્યો હતો. જો કે રાહત ફતેહ અલી ખાનના સફાઇ આપતા વિડીયોમાં તે વ્યક્તિ રાહત ફતેહ અલી ખાન સાથે પણ સંમત થાય છે અને કહે છે કે તે ખોટું છે કે તેના માલિકે તેને દારૂની બોટલના કારણે માર્યો હતો. ખરેખર તેમાં પાણી હતું અને મેં પાણીની બોટલ ગુમાવી દીધી હતી.

રાહતે આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે વીડિયોમાં તે જેને મારતો જોવા મળી રહ્યો છે તે તેનો શિષ્ય છે. તેમણે વધુમાં કહ્યું કે ગુરુ અને તેમના શિષ્ય વચ્ચેનો સંબંધ એવો છે કે અમે તેમના સારા કામ માટે તેમને પ્રેમ કરીએ છીએ અને જ્યારે તે ભૂલ કરે છે ત્યારે અમે તેને સજા પણ આપીએ છીએ.’ આ વિડીયો હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે અને સ્પષ્ટતા આપવા છતાં લોકો એમ કહી રહ્યા છે કે આ વર્તન સ્વીકાર્ય નથી.