રાજ્યમાં આગામી બે દિવસ બેવડી ૠતુનો અનુભવ થાય તેવી સંભાવના

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે રાજ્યમાં બેવડી ૠતુનો અનુભવ થાય તેવી શક્યતા છે. આજે અમદાવાદ, ભાવનગર,પોરબંદર સહિતના જિલ્લાઓમાં ૨૧ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ જ વડોદરામાં ૨૨ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં બેવડી ૠતુનો અનુભવ થાય તેવી શક્યતા છે.અમદાવાદ,ભાવનગર,પોરબંદર સહિતના જિલ્લાઓમાં ૨૧ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ જ વડોદરામાં ૨૨ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. રાજકોટમાં અને વલસાડમાં ન્યૂનતમ તાપમાન ૨૦ ડિગ્રી રહે તેવી શક્યતાઓ છે.

ભૂજ અને પાલનપુરમાં ૧૯ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, વડોદરા, ભાવનગર, ભૂજ સહિતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન ૨૪ ડિગ્રી રહે તેવી સંભાવના છે. રાજકોટ,પોરબંદર સહિતના જિલ્લાઓમાં ૨૫ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.ગઈકાલે ૧૦ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યુ છે. જ્યારે ગાંધીનગર અને કેશોદમાં ૧૧ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તેમજ ડીસા,રાજકોટ, ભૂજ અને કંડલામાં ૧૨ ડિગ્રી તાપમાન રહ્યુ હતુ.