અંકલેશ્ર્વરમાં અનોખી ભક્તિ : રામ મંદિરમાં મોદી અને યોગીની પણ પ્રતિમાની સ્થાપના કરાઈ

જાન્યુઆરીએ અભિજીત મુહૂર્તમાં ભગવાન રામ લલ્લાની ૫૦૦ વર્ષ બાદ અયોયાના રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવતા સમગ્ર દેશ રામમય બની ગયો હતો. ૫ સૈકાનાં વનવાસ બાદ ભગવાન શ્રી રામને મંદિરમાં બિરાજમાન કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો અંકલેશ્ર્વરના ભક્તોએ અનોખીરીતે આભાર વ્યક્ત કર્યો હતો.

ભગવાન રામના દર્શન માટે અયોયા જવા ઈચ્છા રાખનાર રામ ભક્તોને ૨૨ જાન્યુઆરીએ અયોયા જવાની તક ન મળતા ભક્તોએ અંકલેશ્ર્વરના ગડખોલમાં પણ રામ મંદિરનું નિર્માણ કરી નાખ્યું હતું. ભક્તોએ શ્રીરામ, લક્ષમણજી , માતા સીતા અને હનુમાનજી ઉપરાંત વધુ બે પ્રતિમાઓની સ્થાપના કરતા આ પ્રતિમાઓએ તમામનું યાન ખેંચ્યું હતું. ભક્તો અનુસાર શ્રી રામને બિરાજમાન કરનાર પીએમ નરેન્દ્ર મોદી અને ઝ્રસ્ યોગી આદિત્યનાથે હિન્દૂ ધર્મ માટે ભગીરથ કાર્ય કર્યું છે. આ માટે મંદિરમાં આ બે દિગ્ગ્જ નેતાઓની પણ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.