બાળકને ૧૦ રૂપિયાની લાલચ આપી પોતાની હવસનો શિકાર બનાવ્યો

સુરત, સુરતના કાપોદ્રા વિસ્તારમાં નરાધમ યુવાને કુકર્મ આચર્યું હતુંપપાંચ વર્ષના બાળક સાથે નરાધમ યુવકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું..આ બાળકને ૧૦ રૂપિયાની લાલચ આપી પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો.બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસે નરાધમ યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના કાપોદ્રા વિસ્તાર માં માત્ર ૧૦ વર્ષ ના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ ના કૃત્યની ઘટના બની હતી.. સુરતના કાપોદ્રા ખાતે આવેલ મરઘા કેન્દ્ર પાસે રવિપાર્ક સોસાયટીમાં રહેતો ૨૨ વર્ષીય નરાધમ પરેશ ચંદુ ગોહિલ દ્વારા દસ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યું હતું. નરાધમ યુવકે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ પાંચ વર્ષ ના માસુમ બાળકને ૧૦ રૂપિયા આપવાની લાલચ આપી અપહરણ કર્યું તેમની સાથે લઈ જઈ કાપોદ્રાના સમજુબા કોમ્પ્લેક્ષની દિવાલ પાસે લઈ ગયો હતોત્યાં આ બાળક સાથે સાથે સૂષ્ટિ વિરુધનું કૂત્ય કર્યું હતું.નરાધમ યુવક સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય આચરી ત્યાંથી નાસી છૂટ્યો હતો..બાદમાં બાળક ઘરે આવ્યો હતો અને પોતાના પરિવારને જાણ થતા જ પરિવાર ચોકી ઉઠ્યું હતું. પાંચ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવની વાત સાંભળતા જ પરિવાર ના પગતળેથી જમીન ખસકી ગઈ હતી.

સમગ્ર ઘટના ને લઇ બનાવ અંગે પરિવાર દ્વારા તાત્કાલિક કાપોદ્રા પોલીસ ને જાણ કરાઈ હતી..જે મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ત્યારબાદ પોલીસે ઘટના મામલે બાળક નું નિવેદન લીધું હતું.પોલીસે બાળકની વાત સાંભળ્યા બાદ નરાધમ યુવક સામે પરિવારની ફરિયાદ નોંધી હતી.ત્યારે પોલીસે પરિવારની ફરિયાદને આધારે નરાધમ આરોપી પરેશ ગોહિલ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે..હાલ સમગ્ર મામલે પોલીસે આરોપી ની પૂછપરછ શરૂ કરી છે.