જૂનાગઢ,m જૂનાગઢમાં ૩૩૫ જેટલાં બેક્ધ એકાઉન્ટ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવા નાણાં માંગવાના કેસમાં રેન્જ આઈજીએ ૩ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. જેમાં માણાવદર સીપીઆઇ તરલ ભટ્ટ, એસઓજીના પીઆઇ અરવિંદ ગોહિલ અને એએસઆઇ દિપક જાનીને સસ્પેન્ડ કરાયા છે.
કેરળના કાતક જગદીશ ભંડારીએ બેક્ધ એકાઉન્ટ અન ફ્રીઝ કરવા માટે પોલીસ કર્મચારીઓએ નાણાં માંગ્યા હોવાની રજૂઆત કરી હતી. રજૂઆત બાદ તપાસ કરતાં ફ્રીઝ થયેલાં એકાઉન્ટથી ગરબડ થયાની શંકા ગઈ હતી. વધુ તપાસ કરતાં એસઓજીના પીઆઇ અરવિંદ ગોહિલ અને એએસઆઇ દિપક જાનીની સંડોવણી હોવાનુ ખુલ્યુ હતુ. તેથી તાત્કાલિક અસરથી બંને કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા.
જ્યારે કેસની વધુ તપાસમાં માણાવદર સીપીઆઇ તરલ ભટ્ટનુ પણ સામેલ હોવાના પુરાવા મળતાં સસ્પેન્ડ કરાયા હોવાનુ રેન્જ આઇજી નિલેશ જાજડીયાએ જણાવ્યુ હતુ. મહત્વપૂર્ણ છે કે, અમદાવાદમાં એક કેસમાં તરલ ભટ્ટને સસ્પેન્ડ કરીને માણાવદર ખાતે બદલી કરવામાં આવી હતી. જૂનાગઢના બેક્ધ એકાઉન્ટ ફ્રીઝ કરવાના કેસમાં તરલ ભટ્ટની સંડોવણી બહાર આવતાં બીજી વખત સસ્પેન્ડ કરાયા છે. હાલમાં ક્યાં બેક્ધ એકાઉન્ટ હોલ્ડર પાસેથી કોણે કેટલી રકમ લીધી છે તેના પુરાવા મેળવવા એટીએસને તપાસ સોંપવામાં આવી છે.