
પટણા, નીતિશ કુમારે બિહારના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. રવિવારે સવારે નીતીશ રાજ્યપાલને મળ્યા અને તેમને રાજીનામું સોંપ્યું. નીતિશ કુમાર ભાજપ સાથે મળીને નવી સરકાર બનાવશે, આ પહેલીવાર નથી જ્યારે નીતીશ કુમાર મહાગઠબંધન છોડીને બીજેપીની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનમાં સામેલ થયા હોય. આ પહેલા જેડીયુએ ત્રણ વખત પાર્ટનર બદલ્યા છે પરંતુ રસપ્રદ વાત એ છે કે નીતીશ કુમાર દરેક વખતે મુખ્યમંત્રી રહ્યા. ભલે તેમની પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા તેમના સાથીદાર કરતા ઓછી હોય.
જ્યોર્જ ફર્નાન્ડિસ અને નીતિશ કુમારે જનતા દળથી અલગ થયા બાદ ૧૯૯૪માં સમતા પાર્ટીની શરૂઆત કરી હતી. ૧૯૯૬ની લોક્સભા ચૂંટણીમાં સમતા પાર્ટીએ ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. આ લોક્સભા ચૂંટણીમાં સમતા પાર્ટીએ આઠ બેઠકો જીતી હતી. તેમાંથી છ બિહારમાં અને એક ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં હતા. ૧૯૯૮ની સામાન્ય ચૂંટણીઓમાં, સમતા પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કરીને ૧૨ બેઠકો જીતી હતી. જેમાં બિહારની ૧૦ અને ઉત્તર પ્રદેશની બે બેઠકોનો સમાવેશ થાય છે.
માર્ચ ૨૦૦૦ માં, નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી પદ માટે એનડીએના નેતા તરીકે ચૂંટાયા હતા. તેમણે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીના કહેવાથી પ્રથમ વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ૩૨૪ સભ્યોના ગૃહમાં એનડીએ અને સાથી પક્ષો પાસે ૧૫૧ ધારાસભ્યો હતા જ્યારે લાલુ પ્રસાદ યાદવ પાસે ૧૫૯ ધારાસભ્યો હતા. બંને ગઠબંધન બહુમતીના આંકડા એટલે કે ૧૬૩ કરતા ઓછા હતા. ગૃહમાં બહુમતી સાબિત ન કરી શકવાને કારણે નીતિશે રાજીનામું આપ્યું હતું. માત્ર સાત દિવસ બાદ તેમને સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા. ૨૦૦૩ નીતીશ કુમારની આગેવાની હેઠળની સમતા પાર્ટી પહેલાથી જ વિભાજિત જનતા દળમાં ભળી ગઈ. મર્જ કરાયેલ એકમનું નામ જનતા દળ (યુનાઇટેડ) રાખવામાં આવ્યું હતું અને રાજ્યમાં એક નવો પક્ષ અસ્તિત્વમાં આવ્યો હતો.બિહારમાં ૨૦૦૫માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં પહેલીવાર ભાજપ અને જેડીયુએ ચૂંટણીમાં સફળતા મેળવી છે. આ ચૂંટણીમાં ૨૪૩ સભ્યોની વિધાનસભામાં ભાજપે ૫૫ બેઠકો જ્યારે જેડીયુએ ૮૮ બેઠકો જીતી હતી. જેડીયુના નેતા નીતિશ કુમાર આરજેડીના નેતૃત્વવાળી યુપીએ સરકારને હરાવીને બિહારના મુખ્યમંત્રી બન્યા હતા. ૨૦૦૯ની લોક્સભા ચૂંટણીમાં પણ ગઠબંધનને મોટી સફળતા મળી હતી. ૪૦ લોક્સભા બેઠકો ધરાવતા બિહારમાં જેડીયુ ૨૫ બેઠકો પર અને ભાજપે ૧૫ બેઠકો પર ચૂંટણી લડી હતી. તેમાંથી આ ગઠબંધનને ૩૨ બેઠકો પર સફળતા મળી છે. ભાજપના ૧૫માંથી ૧૨ ઉમેદવારો જીતવામાં સફળ રહ્યા હતા. તે જ સમયે, જેડીયુના ૨૫માંથી ૨૦ ઉમેદવારો જીતીને લોક્સભા પહોંચ્યા હતા.
વર્ષ ૨૦૧૦માં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. બીજેપી-જેડીયુએ ફરી એકવાર સાથે મળીને ચૂંટણી લડી અને જબરદસ્ત સફળતા મેળવી. ૨૪૩ સભ્યોની બિહાર વિધાનસભામાં મ્ત્નઁ-ત્નડ્ઢેં ગઠબંધનને ૨૦૬ બેઠકો મળી છે. જેડીયુએ ૧૧૫ બેઠકો જીતી હતી જ્યારે ભાજપને ૯૧ બેઠકો મળી હતી. આ જીત સાથે નીતીશ ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા. લાલુ યાદવની પાર્ટી આરજેડીને માત્ર ૨૨ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે કેન્દ્રમાં સત્તામાં રહેલી કોંગ્રેસની ચાર બેઠકો ઘટી હતી.
૨૦૧૪ની લોક્સભા ચૂંટણી પહેલા દેશના રાજકારણમાં મોટો બદલાવ આવ્યો હતો. હકીક્તમાં, ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓ માટે, ભાજપે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને તેની ચૂંટણી પ્રચાર સમિતિના અયક્ષ બનાવ્યા હતા. આ નિર્ણયના વિરોધમાં નીતિશ કુમારે બિહારમાં ભાજપ સાથેનું ૧૭ વર્ષ જૂનું ગઠબંધન તોડી નાખ્યું હતું.જેડીયુ પ્રમુખ શરદ યાદવ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જૂન ૨૦૧૩માં એક પ્રેસ કોન્ફરન્સમાં ગઠબંધન ખતમ કરવાની જાહેરાત કરી હતી.
ભાજપ સાથે ગઠબંધન તોડ્યા પછી પણ નીતિશની પાર્ટી સત્તામાં રહી. તેમની પાર્ટીની સરકારને આરજેડી અને કોંગ્રેસે બહારથી ટેકો આપ્યો હતો. નીતિશે આ પક્ષો સાથે મળીને લોક્સભાની ચૂંટણી લડી ન હતી. તેમની પાર્ટીએ રાજ્યની ૪૦ બેઠકોમાંથી ૩૮ બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ માત્ર બે બેઠકો જીતી હતી. તે જ સમયે, ભાજપે એલજેપી અને આરએલએસપી જેવી પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. આ ગઠબંધન ૩૧ બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું. જેમાં ભાજપે ૨૨, એલજેપીએ છ અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીએ ત્રણ બેઠકો જીતી હતી.૨૦૧૪ માં ભાજપે ભારે બહુમતી સાથે ચૂંટણી જીત્યા પછી, નીતિશે જેડીયુની હારની જવાબદારી લીધી અને જીતમ રામ માંઝીને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરીને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું. મે ૨૦૧૪માં લાલુ યાદવની પાર્ટી આરજેડી અને કોંગ્રેસે જેડીયુને ટેકો આપ્યો અને વિધાનસભામાં બહુમત પરીક્ષણમાં સફળતા મેળવી. આ રીતે જેડીયુ, કોંગ્રેસ અને આરજેડીએ મહાગઠબંધન કર્યું.૨૦૧૪માં મહાગઠબંધન બનાવ્યા બાદ ૨૦૧૫માં બિહાર વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં રાજ્યમાં મહાગઠબંધન હેઠળ આરજેડીએ ૮૦ બેઠકો, જેડીયુએ ૭૧ બેઠકો અને કોંગ્રેસે ૨૭ બેઠકો જીતી હતી. બીજી તરફ ભાજપ માત્ર ૫૩ સીટો જીતી શકી હતી. આ સાથે નીતિશ કુમાર ફરીથી બિહારના મુખ્યમંત્રી બન્યા અને તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા.