
નવીદિલ્હી, ‘પરીક્ષા પે ચર્ચા ૨૦૨૪’ માટે ૨.૨૬ કરોડ રજીસ્ટ્રેશન થયા છે. આ કાર્યક્રમ ૨૯ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આઇટીપીઓના ભારત મંડપમ ખાતે ટાઉન હોલ ફોર્મેટમાં આયોજિત કરવામાં આવશે. આ વખતે ‘પરીક્ષા પે ચર્ચા’ની સાતમી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કાર્યક્રમની સમીક્ષા કરી અને આ દરમિયાન તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો બધા આ કાર્યક્રમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
અહીંયા તમને જણાવીએ કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ‘પરીક્ષા પે ચર્ચા’ (પીપીસી) એ પરીક્ષાઓ સાથે સંકળાયેલી ચિંતા અને સ્ટ્રેસને દૂર કરવા અને ‘પરીક્ષા વોરિયર્સ’ની તૈયારીઓ સાથે સુમેળમાં રહીને જીવન પ્રત્યે ઉજવણીના દૃષ્ટિકોણને પ્રોત્સાહન આપવા માટે એક અનોખી પહેલ છે. છેલ્લા ૬ વર્ષથી શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે.
પીપીસી એટલે કે પરીક્ષા પે ચર્ચા ની ચોથી આવૃત્તિ કોવિડ-૧૯ રોગચાળાને કારણે ઓનલાઈન કરવામાં આવી હતી. ત્યારબાદ પાંચમી અને છઠ્ઠી આવૃત્તિ ટાઉન-હોલ ફોર્મેટમાં યોજાઈ હતી. ગયા વર્ષની વાત કરીએ તો કાર્યક્રમમાં ૩૧.૨૪ લાખ વિદ્યાર્થીઓ, ૫.૬૦ લાખ શિક્ષકો અને ૧.૯૫ લાખ વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.અત્યારની વાત કરીએ તો ૭મી આવૃત્તિ માટે માય ગો પોર્ટલ પર ૨.૨૬ કરોડ રજીસ્ટ્રેસન કરવામાં આવ્યું છે. જે સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓમાં વધારે ઉત્સાહને પ્રતિબિંબિત કરે છે. નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આઇટીપીઓના ભારત મંડપમ ૨૯ જાન્યુઆરીએ ટાઉન હોલ ફોર્મેટમાં યોજાનારા આ પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં લગભગ ૩૦૦૦ સહભાગીઓનું આયોજન કરશે. જેઓ વડાપ્રધાન સાથે વાતચીત કરશે અને મનના પ્રશ્ર્નોનું સમાધાન કરશે.
દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી બે વિદ્યાર્થીઓ અને એક શિક્ષક સાથે આર્ટ ફેસ્ટિવલના વિજેતાઓને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સના સો વિદ્યાર્થીઓ પ્રથમ વખત તેમાં ભાગ લેશે. ૧૧ ડિસેમ્બર ૨૦૨૩ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન દ્બઅ ર્ખ્ત પોર્ટલ પર ઓનલાઈન સ્ઝ્રઊ સ્પર્ધામાં પ્રદર્શનના આધારે સહભાગીઓની પસંદગી કરવામાં આવી છે. પસંદ કરાયેલા સહભાગીઓને એક પરીક્ષા પે ચર્ચા કીટ મળશે. જેમાં વડાપ્રધાન દ્વારા લખાયેલા પરીક્ષા વોરિયર્સ પુસ્તક અને પ્રમાણપત્રનો પણ સમાવેશ થાય છે.
૧૨ જાન્યુઆરીથી ૨૩ જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન સમગ્ર દેશમાં મેરેથોન દોડ, સંગીત અને મેમ સ્પર્ધાઓ, શેરી નાટકો અને વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચા જેવી વિવિધ શાળા-લેવલની ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૩ જાન્યુઆરીના રોજ ૭૭૪ જિલ્લાના ૬૫૭ કેન્દ્રીય વિદ્યાલયો અને ૧૨૨ નવોદય વિદ્યાલયોમાં પરીક્ષા વોરિયર્સ પુસ્તકમાં પરીક્ષા સંબંધિત વિષયો પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૬૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.