
- બાળક ઉઠાવી જવાના પ્રયાસ કરતી મહિલાએ બાળકની માતાને મારવા લાગી.
- અજાણી મહિલાને પોલીસને સોંપવામાં આવી.
ગોધરા શહેર વિશ્ર્વકર્મા મંદિર પાસે મંદિરમાં રમતા અઢી વર્ષના બાળકને અજાણી મહિલાએ મંંદિરનો દરવાજો ખોલી મંદિરમાં પ્રવેશ કરી બાળકને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. બાળકની માતા આવી બાળકને બચાવવાની કોશીષ કરતાંં મહિલાએ બાળકની માતાને મારવા લાગી હતી. આસપાસ લોકો દોડી આવી મહિલાને ઝડપી પાડી પોલીસને જાણ કરતાં પોલીસે અજાણી મહિલાને ઝડપીને વધારે તપાસ હાથ ધરી છે.
ગોધરા શહેરના ભરચક વિસ્તાર ગણાતા વિશ્ર્વકર્મા મંદિરના ગેટની અંદરના ભાગે અઢી વર્ષનું બાળક રમી રહ્યું હતું. ત્યારે અજાણી મહિલાએ મંદિરના ગેટનો દરવાજો ખોલીને મંદિરમાં પ્રવેશી હતી અને મંદિરમાં રમતા અઢી વર્ષના બાળક મીત દિનેશભાઈ ત્રિવેદીને અજાણી મહિલાએ પોતાના ખોળામાં બેસાડીને લઈ જવાની કોશીષ કરી હતી. એટલામાં બાળકની માતા આવી પોતાના બાળકને અજાણી મહિલા પાસેથી છોડાવવાની કોશીષ કરી રહ્યા હતા. જેને લઈ બુમાબુમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આ બાબતે પોલીસને જાણ કરતાં પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી અને અજાણી મહિલા પોલીસ મથકે લઈ જવામાં આવી હતી. ત્યારે બાળકના પિતા અને પરિવારજનો એ ડીવીઝન પોલીસ મથકે પહોંચીને અજાણી મહિલા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી પોલીસે ઝડપી પાડી પાડી પોલીસ મથકે લાવવામાં આવેલ અજાણી મહિલા પ્રાથમિક તપાસમાં મગજની અસ્થિરતા જણાઈ છે અને વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.