શ્રી જી.પી. ધાનકા માઅને ઉચ્ચતર માધ્યમિક શાળા દાહોદમાં સરસ્વતીની મૂર્તિની સ્થાપના અને સરસ્વતી યાગનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

દાહોદ, અનુસૂચિત જાતિ વિકાસ પરિષદ દાહોદ સંચાલિત શ્રી જી.પી. ધાનકા માધ્યમિક અને ઉ.મા. શાળા દાહોદ મુકામે, તારીખ 25/1/2024ના રોજમાં અંબાના પ્રાગટ્ય દીને શાળાના કેમ્પસમાં સરસ્વતીની ભવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. સવારે 10:00 કલાકે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી. અને હર્ષોલાશ સાથે મા સરસ્વતીની મૂર્તિને શાળામાં લાવવામાં આવી હતી. અને ત્યાર બાદ વૈદિક શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા સરસ્વતીયાગ યોજવામાં આવેલ હતો. માં સરસ્વતીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી ત્યારબાદ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના માનનીય ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સાહેબ દાહોદ જિલ્લાના શિક્ષણાધિકારી સુરેન્દ્રકુમાર દામા, અનુસુચિત જાતિ વિકાસ પરિષદના પ્રમુખ ગોપાલભાઈ ધાનકા ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારબાદ વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને વારસો સાથે રાખીને જીવનમાં ભણતરનું શું મહત્વ છે તે સમજાવી, આજથીમાં સરસ્વતીના આગમન સાથે તેમના આશીર્વાદ, વિદ્યાર્થીઓ જીવનમાં ખૂબ આગળ વધે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા. ત્યાર બાદ 51 દીવડાવની મહા આરતીમાં તમામ મહાનુભવો અને શાળાના તમામ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં શાળાના 818 વિદ્યાર્થીઓ સાથે મહાનુભવોએ મહાપ્રસાદીનો લાભ લીધેલો હતો. ખરેખર શાળામાં સરસ્વતીના આગમનથી શાળામાં સરસ્વતીનું મંદિર બન્યું અદભુત અવિસ્મરણ્ય ભક્તિમય માહોલ સર્જાયો હતો. સદર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય બાલકૃષ્ણ ચાપા સાહેબ અને સમગ્ર સ્ટાફ ગણ દ્વારા સફળ બનાવવામાંઆવ્યો હતો. અંતમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક બાબુદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.