કાલોલના મધવાસ ગામે ગેર-કાયદેસર રીતે ગેસ રીફીલીંગ કરતા ઇસમને SOG એ ઝડપ્યો.

કાલોલના મધવાસ ગામે ગેર-કાયદેસર રીતે ગેસ રીફીલીંગ કરતા ઇસમને SOG એ ઝડપ્યો.

કાલોલ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા અને તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે કાલોલ તાલુકાના મધવાસ ગામે હાઇવે રોડ ઉપર ભૈરવનાથ કરીયાણા એન્ડ ફુટવેરની દુકાનમાં અનધિકૃત રીતે ગેસ-રીફીલીંગ કરતા આરોપીને ગેસના નાના-મોટા બોટલો નંગ-૧૮ તથા વજન કાંટો-૦૧ તથા વાલ્વ સાથેની રીફીલીંગ પાઈપ-૦૧ મળી કુલ કિંમત રૂપિયા ૩૬,૪૫૦/- ના મુદ્દામાલ સાથે જોધસિંહ દિલીપસિંહ રાવતને પકડી પાડી તેની વિરૂધ્ધ કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.

પકડાયેલ મુદ્દામાલ: –

ગેસના નાના-મોટા બોટલો નંગ-૧૮ તથા વજન કાંટો -૦૧ તથા વાલ્વ સાથેની રીફીલીંગ પાઈપ-૦૧ મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૩૬,૪૫૦/-