ગોધરા તાલુકાના નદીસર ગ્રામ પંચાયતમાં 1 વર્ષમાં 20 ચેકવોલ બનાવવામાં આવ્યા હતા. જે એક વરસાદમાં બધાં જ ચેકવોલ ધોવાઈ જતાં લાખો રૂપીયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે શહેરા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા દ્વારા ગાંધીનગર ખાતે રજુઆત કરવામાં આવી હતી. રજુઆતમાં જણાવ્યું કે, ચેકવોલ બનાવવામાં યોગ્ય નિયમ મુજબનું મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યું નથી. માત્ર રેતી અને હલ્કી ગુણવતાનો સિમેન્ટનો ઉપયોગ કરી ચેકવોલ ઉભો કરી દેવામાં આવ્યો હોય જેને લઈ ચેકવોલ તુટી ગયેલ છે.
રાજ્ય સરકાર દ્વારા ચેકવોલમાં અંદાજીત એક કરોડોનો ખર્ચ કરાયો હોય તેનું નુકશાન કરવામાં આવ્યું તેવો આક્ષેપ કરવામાં આવ્યા. નદીસર ગામે ચેકવોલ હલ્કી ગુણવતામાં ગોધરા તાલુકા પંચાયતમાં અરજી કરવામાં આવી ત્યારે અમુક ચેકવેલની તપાસ કરી પંચનામું કરીને સંતોષ માનવામાં આવ્યો. જ્યારે અન્ય ચેકવોલની તપાસ કરાઈ ન હતી. નદીસર ગ્રામ પંચાયત વિસ્તારમાં ચેકવોલની કામગીરી બીજેપી કાર્યકરો દ્વારા કરવામાં આવી હોય જેને લઈ સ્થાનિક તંત્ર તપાસ કરતું નથી. જેને લઈ ગાંધીનગર સુધી રજુઆતના પગલે થયેલ આદેશોને લઈ ગોધરા તાલુકા પંચાયત ટીમ દ્વારા નદીસર ગામે જઈને ચેકવોલનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું.
નદીસર ગામે ચેકવોલની કામગીરીમાં હલ્કી ગુણવતાની કામગીરી….
ગોધરા તાલુકાના નદીસર ગામે 20 જેટલા ચેકવોલ બનાવવામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોય જેને લઈ શહેરા તાલુકા પંચાયત વિરોધપક્ષના નેતા જે.બી.સોલંકી એ ગાંધીનગર રજુઆત કરી હતી. જેને લઈ ગોધરા તાલુકા પંચાયતના ટી.ડી.ઓ. નદીસર ગામે આવીને સ્થળ નિરીક્ષણ કર્યું અને 10 થી 15 ચેકવોલ તુટેલ હાલતમાં હોવાનું લેખિતમાં આવ્યું છે.