ભાજપ પાંચ લાખથી પણ વધારે મતોથી ભરૂચની સીટ જીતી જશે,મનસુખભાઇ વસાવા

ભરૂચ, ભરૂચ લોક્સભા બેઠકને લઇ રાજકીય વાતાવરણ ગરમાયુ છે. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા એ જણાવ્યું હતું કે કોંગ્રેસ આપ અને બીટીપી અંદર લડવાના છે અને ભારતીય જનતા પાર્ટી પાંચ લાખથી પણ વધારે મતોથી ભરૂચની સીટ જીતી જશે. ઉલ્લેખનીય છે કે ભાજપ સામે આપ ના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગી દિવંગત નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ટિકિટ માટે દાવો કરી ચુક્યા છે.

ભરૂચ સીટને લઈને અત્યારથી રાજકીય ગરમાવો આવી ગયો છે. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા એ જણાવ્યું હતું કે ભાજપ કોઈ બાબતે ચિંતિત નથી કારણ કે અમારી સ્થિતિ મજબૂત છે સાતમાંથી છ વિધાનસભા અમારી પાસે છે.

ભાજપમાં આવેલા બીટીપીના પૂર્વ નેતા પ્રકાશ દેસાઈ પણ ભરૂચ લોક્સભાની સીટને લઈને તેમનું નામ ચર્ચામાં છે જે બાબતે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે પ્રકાશભાઈને ભાજપમાં આવ્યાને એક વર્ષ થયો છે બીટીપી પતી ગયું એટલે તે ભાજપમાં આવ્યા છે પરંતુ તેમના કરતાં ઘણા ભાજપના સિનિયર નેતાઓ ભાજપમાં છે. દરેકને મહત્વકાંક્ષા જાગે તેમને ટિકિટ મળે પરંતુ એમના કરતાં ઘણા જૂના અને સિનિયર નેતાઓ છે એટલે કે રાતોરાત ટિકિટ ભાજપમાં તેઓને નહીં મળે સાથે એમને એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને બીટીપી અંદર અંદર લડાશે અને ભાજપ આ સીટ આસાનીથી પાંચ લાખ મતોની સરસાઈથી જીતશે.