પંચમહાલ જીલ્લાના તલાટી મંડળના 227 તલાટી કમ મંત્રીઓ અચોકકસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા

ગોધરા,
પંચમહાલ જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા પોતાના પડતર પ્રશ્ર્નોે અંગે કોઈ નિરાકરણ નાં આવતા આજ રોજથી પંચમહાલ જિલ્લાના સાત તાલુકાના 227 જેટલા તલાટીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા હતા.

પંચમહાલ જિલ્લા તલાટી કમ મંત્રીઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ને રજૂઆત કરતા જણાવ્યું હતું કે વર્ષ 2018 થી પોતાના પડતર પ્રશ્ર્નોે મામલે સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આ અગાઉ પણ તલાટીઓ તા.7.9.2021 ના રોજ હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. પરંતુ તે સમયે સરકાર દ્વારા અમારા પ્રશ્ર્નોેનું સુખદ ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. જેને લઇ હડતાળ મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે તે ખાતરી આપ્યાને નવ માસ જેટલો સમય વીતવા આવ્યો છતાંય અમારા એક પણ પ્રશ્ર્નનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું નથી અને જેના માટે વારંવાર રજૂઆત કરવા છતાંય અમારી રજૂઆતને સરકાર ઘોળીને પી ગયા છે. ત્યારે હવે અમારા પડતર પ્રશ્ર્નોેનું નિરાકરણ સરકાર નથી લાવી રહી ત્યારે અમારે આજ રોજ થી ગુજરાત રાજ્યના તલાટી મહા મંડળના નેજા હેઠળ પંચમહાલ જિલ્લાનાં 227 તલાટી કમ મંત્રીઓએ પણ પોતાના પડતર પ્રશ્ર્નોે અંગે સુર પુરાવીને અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે.
ત્યારે અત્રે નોંધનીય છે કે, તલાટીઓ દ્વારા આગામી 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયતની કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્ણ માન સન્માન સાથે ફરકાવવાની કામગીરી કરશે. તે સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરી આજે તા.2 ઓગસ્ટ થી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતર્યા છે. ત્યારે રાજ્ય તલાટી મહા મંડળનો આગામી આદેશના થાય ત્યાં સુધી હડતાળ શસ્ત્રનું ચુસ્ત પણે અમલ કરશે.

પંચમહાલ જિલ્લા 227 તલાટી કમ મંત્રીઓએ આજ રોજ પોતાના પડતર પ્રશ્ર્નોે મામલે યોગ્ય નિરાકરણનાં આવતા આજ રોજ થી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. જેમાં પંચમહાલ જિલ્લાના સાત તાલુકાઓમાં ગોધરા-54, કાલો 35, હાલોલ-40, ઘોઘબા-24, શહેરા-40, જાંબુઘોડા-12 અને મોરવા હડફ-22 નો સમાવેશ થાય છે.