દાહોદ જીલ્લામાં વીતેલા 24 કલાક દરમ્યાન જુદી જુદી જગ્યાએ બનેલી હીટ એન્ડ રનની ત્રણ ઘટનાઓમાં ચાર જણા કાળનો કોળીયો બન્યા

દાહોદ,દાહોદ જીલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોની સંખ્યામાં થયેલા વધારાને તેમજ અકસ્માતમાં મોતની સંખ્યામાં પણ થયેલા વધારાને ધ્યાને લઈ આ વખતે આર.ટી.ઓ તંત્ર દ્વારા એક સપ્તાહને બદલે એક માસ સુધી ટ્રાફિય નિયત્રંણ માટે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. તેવા સમયે દાહોદ જીલ્લામાં વિતેલા 24 કલાક દરમ્યાન ગમખ્વાર અકસ્માતના ત્રણ બમનાવો પોલીસે ચોપડે નોંધાયા છે. જેમાં એક બનાવ દેવગઢ બારીઆ મોતીપુરા ગામે પાનમ નદીના પુલની પાસે સાંજના સાડા ચારથી પાંચ વાગ્યા સુધીના સમય ગાળામાં બનવા પામ્યો હતો. જેમાં એક વાહન ચાલક તેના કબજાનું અશોક લેલેન ડમ્ફર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જઈ સામેથી આવી રહેલી હિરોકંપનીની સ્પ્લેન્ડર મોટર સાયકલને ટક્કર મારી રોડ પર ધસડી લઈ જતાં મોટર સાયકલ સવાર દેવગઢ બારીઆ સીંગોર ગામના ખેડા ફળિયાના 18 વર્ષીય કીરણભાઈ ભલાભાઈ બારીયાનો ડોબો પગ શરીરથી અલગ થઈ જતાં તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે મોટર સાયકલ પર પાછળ બેઠેલ સીંગોર ગામના ખેડા ફળિયાના 16 વર્ષીય સંજયકુમાર કલસીંગભાઈ બારીયાને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે દે.બારીયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. જ્યારે ડંફર ચાલક તેના કબજાનું ડમ્ફર સ્થળ પર મૂકી નાસી ગયો હતો. આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે ડંફક ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગમખ્વાર અકસ્માતનો બીજો બનાવ ઝાલોદ તાલુકાના ખુંટન ખેડા ગામે લીમડી-ગોધરા રોડ પર પલાસ પેટ્રોલ પંપ પાસે રાત્રીના પોણા નવ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં એક અજાણ્યા વાહન ચાલકે તેના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ સામેથી આવતી ડ્યુક મોટર સાયકલને ટક્કર મારી નાસી જતાં મોટર સાયકલ ચાલક ખુંટનખેડા ગદામના મંદીર ફળિયાના 19 વર્ષીય અવિનાશભાઈ રાકેશભાઈ પરમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલા જ તેનું સ્થળ પર મોત નિપજ્યું હતું. આ સંબંધે લીમડી પોલીસે અજાણ્યા વાહન વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે જીલ્લામાં હીટ એન્ડ રનની ત્રીજી ઘટના ફતેપુરા તાલુકાના ઘાણીખુંટ ગામે બનવા પામી હતી. જેમાં એક મોટર સાયકલ ધાણીખુંટ ગામે બનવા પામી હતી. જેમાં એક મોટર સાયકલ ચાલક તેના કબજાની મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી હંકારી લાવી સામેથી આવતી જીજે-1 એન.ઈ-9725 નંબરની મોટર સાયકલ સાથે ધડાકાભેર અથડાતાં મોટર સાયકલ ચાલક ફતેપુરાના પાટડીયા ગામના ડુંગરા ફળિયાના 18 વર્ષીય સચીનભાઈ રાકેશભાઈ ગરાસીયાને મોઢાના ભાગે તથા માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે સામેની મોટર સાયકલના ચાલકનો ડાબો પગ ફ્રેક્ચર થતાં તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સંદર્ભે સુખસર પોલીસે મોટર સાયકલ ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.