શહેરાની શ્રીમતિ એસ.જે.દવે હાઈસ્કૂલ ખાતે મામલતદારની અધ્યક્ષતામાં 14માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ

  • મામલતદારના હસ્તે સારી કામગીરી કરનાર બી.એલ.ઓ, સુપરવાઇઝર તેમજ બે કોમ્પ્યુટર ઓપરેટરો સહિતનાઓનુ પ્રશસ્તિપત્ર આપીને સન્માન.

શહેરા, શહેરાની એસ.જે.દવે હાઈસ્કૂલ ખાતે મામલતદાર ધર્મેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 14માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને લોકશાહીના મૂલ્યની સમજ અપાઈ હતી.મામલતદારના હસ્તે બી.એલ. ઓ, સુપરવાઇઝર તેમજ બે કોમ્પ્યુટર ઓપરેટરો સહિતનાઓનુ પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

ભારતના ચૂંટણી પંચ દ્વારા 25મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં “રાષ્ટ્રીય મતદાતા દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં આવેલ શ્રીમતિ એસ.જે.દવે સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે શહેરા મામલતદાર ધર્મેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને 14માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મામલતદાર ધર્મેન્દ્ર પટેલ, બી.આર.સી રાકેશ પટેલ અને મતદાર યાદી નાયબ મામલતદાર વિપુલ પારઘીનું શાળાના આચાર્ય વિપુલ પાઠક અને શાળા પરીવાર દ્વારા ફૂલોનું બુકે આપીને સ્વાગત કરવામાં આવવા સાથે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મામલતદાર ધર્મેન્દ્ર પટેલએ રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે મતદાતાની ફરજો તેમજ લોકશાહીના મૂલ્યની સમજ આપવા સહિત તમામ વિદ્યાર્થીઓ જ્યારે પણ મતાધિકાર પ્રાપ્ત કરશે ત્યારે તેઓ અવશ્ય મતદાન કરશે તેવા શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. સાથે ચૂંટણી કાર્ડ અને મતદાર નામ નોંધણીની સારી કામગીરી બદલ શ્રેષ્ઠ સુપરવાઈઝર ભુપેન્દ્રસિંહ સોલંકી, બી.એલ.ઓ.અજયભાઇ પટેલ, કોમ્પ્યુટર ઓપરેટર મહેશકુમાર પટેલ અને ઈલ્યાસ ધંતીયા સહિતનાઓનું પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. નવા યુવા મતદારો 6987 નોંધાવા સાથે અંદાજીત 2,41, 137 મતદારો હોવા સાથે લોકસભા સામાન્ય ચૂંટણી આવી રહી હોવાથી તાલુકા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર ધર્મેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં મતદારો ઇવીએમ મશીન અને વિવિપેટનો ઉપયોગ અંગે માહિતગાર થાય એ માટે નિદર્શન કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે.