શહેરા સહિત જીલ્લામાં ર્માં અંબેના પ્રાગટય દિનની ઉજવણી કરાઈ

શહેરા, શહેરા સહિત સમગ્ર જીલ્લાભરમાં માઁ અંબે ના પ્રાગટય દિનની માઈ ભક્તો દ્વારા ઉજવણી કરાઈ હતી. લખારા સોસાયટી અને મેઇન બજારમા અંબે માઁના મંદિર ખાતે માઈ ભક્તોએ કેક કાપીને ઉજવણી કરી હતી ભક્તોએ આરતી સાથે મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો.

શહેરા સહિત જીલ્લાભરમાં માઁ અંબે ના પ્રાગટય દિનની ધામધૂમ પૂર્વક માઈભક્તો દ્વારા ઉજવણી કરાઈ હતી મેઇન બજાર અને લખારા સોસાયટી તેમજ જીલ્લાના ગ્રામ વિસ્તારોમાં આવેલા અંબે માતાજીના મંદિર ખાતે દિવસ દરમિયાન માતાજીના દર્શન કરવા માટે ભાવિક ભક્તોની અવર જવર રહી હતી. મંદિર ખાતે માઈભક્તો એ જય..જય.. અંબે ના નાંદ સાથે કેક આપી હતી. મંદિર પરીસરમાં મહિલા મંડળ દ્વારા ભજન કીર્તનની રમઝટ જમાવા સાથે માઈ ભકતોએ મહાઆરતી અને પ્રસાદીનો લ્હાવો લીધો હતો. બોલ મારી અંબે જય જય અંબેના નાંદથી દિવસ દરમિયાન મંદિર ગુંજતું રહેવા સાથે અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ માઈ ભક્તો મા જોવા મળવા સાથે અંબે માતાજીના ભક્તિમાં ભક્તો લીન થયા હતા.