સંતરામપુર આઝાદ મેદાનમાંથી ભોઈવાડા તરફ જવાના માર્ગ પર ગટર પર લગાવેલ જાળીઓ તુટી જતાં વાહનચાલકોને મુશ્કેલીઓ

સંતરામપુર, સંતરામપુરમાં આવેલા આઝાદ મેદાનમાંથી ભોઈવાડા તરફ જવાના રસ્તામાં આવેલી ગટર ઉપર લોખંડની જાળી મુકીને તેના પરથી અવર જવરની સુવિધા હતી પરંતુ આ ગટર ઉપરની ફીટ કરવામાં આવેલી લોખંડની જાળીઓ તુટી ગઈ હોવા છતાં પણ જાળીઓની મરામત તંત્ર દ્વારા કરવામાં આવી નથી.

નવીન લોખંડની જાળીઓ રસ્તા પરની ગટર ઉપર નહિ મુકાતા આ માર્ગ પરથી અવર જવર કરવામાં લોકોને મુશ્કેલી પડે છે. મેદાનમાં જતા રસ્તા વચ્ચે તુટેલી લોખંડની જાળી છેલ્લા કેટલાય સમયથી તુટેલી હાલતમાં જોવા મળેલી છે. આ સ્થળ સંતરામપુર નગરપાલિકાના પાછળના ભાગમાં ભોઈવાડાના નાકે સરકારી કવાર્ટર પાસે એસ.પી.હાઈસ્કુલને અડીને આવેલી છે. જે ત્યાંથી કાયમ પસાર થતાં રાહદારીઓ તથા સ્કુલે જતા બાળકો માટે ભયજનક હોય સત્વરે નગરપાલિકા સંતરામપુર દ્વારા આ ગટર ઉપર લોખંડની જાળીઓ નવીન ફીટ કરી દેવાની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. આ રસ્તે નિશાળમાં ભણવા માટે જતા વિધાર્થીઓના હિતમાં અને રાહદારીઓ અને વાહનચાલકોના હિતમાં નગરપાલિકા સંતરામપુર દ્વારા આ ગટર ઉપરની જાળી નવી નાંખવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.