
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા અને તેઓ ની ટીમ દ્વારા આજ રોજ ગોધરા તાલુકાની મજેવાડી સરકારી સસ્તા અનાજની FPS ધી મજેવાડી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી જે ઓના સંચાલક ચાવડા તખતસિંહ ફૂલસિંહ ને ત્યાં આકસ્મિક તપાસ કરતા ઘઉં 07 કટ્ટા ઘટ, ચોખા 15 કટ્ટા વધ,ખાંડ 2 કટ્ટા ઘટ તથા તુવેરદાળ 1 કટ્ટા વધ આમ કુલ મળી 25 કટ્ટાની વધ – ઘટ મળેલ છે.દુકાનદાર દ્વારા ઓનલાઇન પ્રિન્ટેડ કુપન રેશનકાર્ડ ધારકોને નો આપવવામાં આવેલ નથી કે તેની સ્થળપ્રતરાખવામાં આવેલ નથી
આ બાબત પરવાનેદારે પોતે કબુલે છે.દુકાને કોઈ પણ પ્રકારના બોર્ડ નિભાવેલ નથી. તેમજ FPS ના સ્થળેથી વધ પડેલ ચોખાના 15 કટ્ટા તથા તુવેરદાળના 1 કટ્ટો વધ આમ કુલ 16 કટ્ટાની વધ મળેલ જથ્થો તેની કિંમત 36283 અંકે રૂપિયા છત્રીસ હજાર બસો ત્યાસી પૂરાનો જથ્થો સીઝ કરી દુકાનદાર સામે નિયમાનુસારની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવતા સરકારી સસ્તા અનાજ ની દુકાનો મા ગેરરિતી કરનાર સંચાલકો માં ભય સાથે સન્નાટો પ્રસરી જવા પામયો છે.